દાહોદ બસ સ્ટેશન રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી કરાઈ
દાહોદ શહેરમાં તંત્ર દ્વારા દાહોદ SDM , મામલતદાર, ASP ,પી.આઇ તથા ફાયર, અને નગરપાલિકાની ટીમ સાથે મોટી સંખ્યામાં પોલીસ દળની હાજરીમાં મેગા ડીમોલિશન શરૂ થયું કર્યું હતું. દાહોદ સ્ટેશન રોડ વિસ્તારની આશરે 504 દુકાનો ઉપર કાર્યવાહી કરવામાં આવશે.
શહેરના વેપારીઓ દ્વારા જલ્દી થી જલ્દી વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા થાય તેવી માંગ કરવામાં આવી છે. વેપારીઓનું કહેવું છેકે મોટી સંખ્યામાં લોકો થશે બેરોજગાર થશે.
દાહોદમાં સરકારી અધિકારીઓ દ્વારા રસ્તા ઉપર દબાણોની માપણી કર્યા બાદ રસ્તામાં આવતા હતા તે તમામ ઉપર માર્કિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તંત્રએ દબાણો દૂર કરવા તમામને નોટિસ આપી હતી. દાહોદના મુખ્ય પ્રવેશ દ્વાર ગોધરા રોડ તરફથી સ્માર્ટ રોડ બનવાની શરૂઆત થઇ છે.
સવારથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. દાહોદ SDM, ASP, PI , PSI તેમજ પોલીસ નો મોટો કાફલો તથા ફાયર અને નગર પાલિકાની ટીમ તળાવ પર પહોંચી હતી અને દબાણ તોડવાની કામગીરી શરુ કરી હતી. ત્યાર બાદ દાહોદ ગોધરા રોડ પર દબાણો દૂર કરાયા .
મોટી સંખ્યામાં પોલીસ બળ હોવાથી કોઈ અનિચ્છનિય બનાવના સમાચાર નથી
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ