Mega Demolition at Kandla Port:કચ્છમાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષા ને પ્રથમ પ્રાથમિકતા આપી વહીવટી તંત્રએ આજે વહેલી સવારથી કંડલા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી છે. સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં વર્ષોથી ઉભેલા દબાણોને દૂર કરવા કડક પગલાં લેવામાં આવ્યા છે.

Mega Demolition at Kandla Port:500 પોલીસકર્મીઓનો લોખંડી બંદોબસ્ત
અભિયાન દરમિયાન કોઈ અણધારી ઘટના ન બને તે માટે 40 ઉચ્ચ અધિકારીઓ અને લગભગ 500 જેટલા પોલીસજવાનોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા. વિસ્તાર વહેલી સવારથી જ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો અને દબાણ હટાવવાનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ થયું.
Mega Demolition at Kandla Port:જંગી મશીનરીનો ઉપયોગ

100 એકર જેટલી જમીનમાંથી દબાણ દૂર કરવા તંત્રએ મોટા પાયે મશીનરીનો ઉપયોગ કર્યો છે. જેમાં 20 JCB, 20 હિટાચી, 40 લોડર અને 40 ડમ્પર સહિત મોટી સંખ્યામાં ટ્રેક્ટરોનો સમાવેશ થાય છે. કંડલા અને મીઠા પોર્ટ નજીકના વિસ્તારોમાં બુલડોઝર દ્વારા ગેરકાયદેસર માળખાં તોડી પાડવામાં આવી રહ્યા છે.
250 કરોડની સરકારી જમીન મુક્ત
હાલ સુધી લગભગ 100 એકર સરકારી જમીન ગેરકાયદેસર કબજાથી મુક્ત કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત અંદાજે ₹250 કરોડ આંકવામાં આવે છે. પોર્ટ વિસ્તારની સુરક્ષા માટે જોખમરૂપ બનેલા આ દબાણો સામે તંત્રની કાર્યવાહી હાલ પણ ઝડપથી ચાલુ છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
Bigg Boss 19:બિગ બોસ 19નો વિનર ગૌરવ ખન્ના બન્યો, જીત્યા ₹50 લાખ; ભરહાના ભટ્ટ રનર-અપ




