અન્ન નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા શાહીબાગ સર્કીટ હાઉસ ખાતે યોજાઈ બેઠક

0
189

જથ્થાબંધ વેપાર સાથે જોડાયેલા અને ખાદ્ય તેલના વેપારીઓ બેઠકમાં હાજર રહ્યા

ખૂલ્લા બજારમાં ભાવ કાબુમાં રહે તે પ્રમાણે સ્ટોક જાળવી રાખવા સૂચના

સ્ટોઁક હોલ્ડરનું રજીસ્ટ્રેશન કરાવવાની વેપારીઓની ખાતરી

અમદાવાદ શહેરના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયત્રંક જશવંત જેગોડા તેમજ નાયબ અન્ન નિયત્રંક મૃણાલદેવી ગોહિલ સાથે મદદનીશ પુરવઠા નિયામકોની હાજરીમાં ખાદ્ય તેલના વેપારીઓ સાથે શાહીબાગ સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ખુલ્લા બજારોમાં ભાવ કાબુમાં રહે અને સરળતાથી કઠોળ સહિત ખાદ્ય તેલનો જથ્થો મળી રહે તે પ્રમાણે સ્ટોક જાળવી રાખવાની તાકીદ સૂચના વેપારીઓને આપવામાં આવી હતી. આ બેઠકમાં જથ્થાબંધ વેપાર સાથે સંકળાયેલા તેમજ ખાદ્ય તેલના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચર્ચા વિચારણા કરી  માર્ગદર્શન અપાયું હતું.  તમામ સ્ટોઁક હોલ્ડરનું રજીસ્ટ્રેશન કરાવવા અંગેની પદ્ધતિઓનું માર્ગદર્શન મેળવીને નોંધણી કરાવવાની ખાતરી  વેપારીઓએ પુરવઠા વિભાગને આપી હતી. અનાજ , કઠોળ અને તેલીબિયાના જથ્થા બંધ  વેપારીઓની નોંધણી તથા નિયમિત જથ્થો જાહેર કરવામાં આવે તે બાબતે ચર્ચા થઇ હતી.