મથુરાઃજામા મસ્જિદ પાસે ભગવો ઝંડો લહેરાવવા મામલે કાર્યવાહી, 4 લોકોની ધરપકડ

0
267

રમાનવમી નિમિત્તે સમગ્ર દેશમાં   શોભાયાત્રા નીકળી હતી.આ દરમિયાન  ઉત્તર પ્રદેશના મથુરામાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન ચોકબજારમાં આવેલી જામા મસ્જિદની બહાર દુકાનો પર ચડીને યુવકોએ મસ્જીદ પાસે  ભગવો ઝંડો લહેરાવ્યો હતો.આ અંગે પોલીસે કાર્યવાહી કરી છે. ભગવો ઝંડો લહેરાવીને વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી છે. ગુરુવારે ઘિયામંડી વિસ્તારમાં આવેલા પ્રાચીન રામ મંદિરથી રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રા ચોકબજાર ચારરસ્તા પર પહોંચી ત્યારે આ બનાવ બન્યો હતો… કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો કર્યો હતો જે વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે