Massive Recovery Drive in Surat: સુરત મનપાનો સપાટો: વેરો ન ભરતા બાકીદારો સામે લાલઆંખ, એક જ દિવસમાં 168 મિલકતો સીલ

0
100
Surat
Surat

Massive Recovery Drive in Surat:  નાણાકીય વર્ષ પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે કમર કસી છે. શહેરના સૌથી પોશ ગણાતા સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનમાં પાલિકાની ટીમે મંગળવારે આક્રમક ઝુંબેશ ચલાવી હતી. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા 168 મિલકતદારોની મિલકતોને સ્થળ પર જ સીલ મારી દેવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Massive Recovery Drive in Surat:   કયા વિસ્તારોમાં થઈ કાર્યવાહી?

સાઉથ-વેસ્ટ ઝોનના આકારણી અને વસૂલાત વિભાગની અલગ-અલગ ટીમોએ 17 ફેબ્રુઆરીના રોજ શહેરના VIP વિસ્તારોમાં સપાટો બોલાવ્યો હતો, જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે:

  • વેસુ, અઠવાલાઇન્સ અને સિટીલાઇટ
  • ડુમસ, ભટાર અને મજુરા
  • અલથાણ અને ભીમરાડ

Massive Recovery Drive in Surat:   એક જ દિવસમાં ₹70 લાખથી વધુની વસૂલાત

મનપાની કડક કાર્યવાહીની અસર એવી જોવા મળી કે અનેક મિલકતદારોએ સીલ વાગતાની સાથે જ ચેક અને રોકડ દ્વારા નાણાં ભરવાની તૈયારી બતાવી હતી. મનપાએ માત્ર એક જ દિવસની ડ્રાઈવમાં કુલ ₹70.67 લાખની વસૂલાત કરી હતી.

 ઝોનની કુલ આવક ₹189 કરોડને પાર

વસૂલાત વિભાગની સતત મહેનતને કારણે સાઉથ-વેસ્ટ ઝોનની ચાલુ નાણાકીય વર્ષની કુલ આવક હવે ₹189.54 કરોડ પર પહોંચી ગઈ છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ હજારો મિલકતદારો પાસે વેરો બાકી છે, જેના કારણે માર્ચ મહિનામાં આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે.

આ પણ વાંચો :થરાદ-પીલુડા રોડ પર કાળમુખો અકસ્માત: દારૂ ભરેલી ક્રેટા ગાડી બાવળ સાથે અથડાતા કચુંબર, બેનાં કરૂણ મોત