Massive BMS Convention: #BMSConvention,#BharatiyaMazdoorSangh દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતિના અવસરે ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મહાસંમેલનમાં રાજ્યભરના 161 યુનિયન અને મહાસંઘના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. વિવિધ સંગઠનો પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને રેલી સ્વરૂપે મહાસંમેલન સ્થળે પહોંચ્યા હતા.

Massive BMS Convention: સંઘના નેતાઓએ જણાવ્યું કે, સરકારને અનેક રજૂઆતો કર્યા છતાં હજુ સુધી કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો સરકારની આંખ ન ખુલે, તો શ્રમિકોનો આક્રોશ પરાકાષ્ઠાએ જશે. મહાસંમેલન બાદ દરેક યુનિયનના પાંચ-પાંચ પ્રતિનિધિઓ મુખ્યમંત્રી સહિત તમામ વિભાગોના મંત્રીઓને આવેદનપત્ર આપશે.

Massive BMS Convention: જૂની પેન્શન યોજના સહિત અનેક મુદ્દાઓ પર સરકાર સામે આક્રોશ
મહાસંમેલનમાં મુખ્યત્વે જૂની પેન્શન યોજના (OPS) ફરીથી અમલમાં લાવવાની માંગ ઉઠી છે. સાથે જ 8 કલાકના કામના સમયને વધારી 12 કલાક કરવાનો સરકારનો નિર્ણય પણ શ્રમિક વર્ગમાં ભારે નારાજગીનું કારણ બન્યો છે. સંઘે માંગ કરી છે કે, આ મુદ્દે ચર્ચા કરવા માટે એક સમિતિ રચવામાં આવે અને તેમાં ભારતીય મજદૂર સંઘને પ્રતિનિધિત્વ આપવામાં આવે. સમિતિ રચાયા સુધી આ નિર્ણયનો અમલ ન કરવા પણ સંઘે અપીલ કરી છે.

Massive BMS Convention: ભારતીય મજદૂર સંઘની મુખ્ય પડતર માંગણીઓ
- શ્રમિકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું.
- ખાલી પડેલી ALC, DLC, GLO તથા ઔદ્યોગિક સલામતી-સ્વાસ્થ્ય વિભાગની જગ્યાઓ તાત્કાલિક ભરવી.
- કોન્ટ્રાકટ પ્રથા સંપૂર્ણ રીતે નાબૂદ કરવી, શરૂઆત સરકારના વિભાગોથી કરવી.
- કોન્ટ્રાકટ કર્મચારીઓને પૂરતો પગાર અને ભથ્થા ચૂકવાય તેની ખાતરી કરવી; હરિયાણા મોડેલ પર નવો બોર્ડ રચવો.
- ફિક્સ ટર્મ કર્મચારીઓની મુદત 1 વર્ષ કરવી અને ત્યારબાદ રેગ્યુલર પગારધોરણમાં સમાવેશ કરવો.
- સમગ્ર રાજ્યમાં ESI યોજનાનો અમલ કરવો.
- સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે ESI પેટા પ્રાદેશિક કચેરી ખોલવી.
- મહેસાણા, હાલોલ અને સાવલી ખાતે ESI સંચાલિત 100 બેડની હોસ્પિટલ શરૂ કરવી.
- સ્કીમ વર્કર માટે અલગથી વેલ્ફેર બોર્ડ રચવો.
- જૂની પેન્શન યોજના (OPS) તરત લાગુ કરવી.
સંઘના આગેવાનોએ ચેતવણી આપી કે જો સરકાર શ્રમિક વર્ગના પ્રશ્નો પર ત્વરિત પગલાં નહીં લે, તો આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :




