કોરોનાના કેસો વધતા ત્રણ રાજ્યમાં માસ્ક ફરજિયાત

0
56

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. દરરોજ પાંચથી છ હજાર લોકો સંક્રમિત થઈ રહ્યા છે. મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાજ્ય સરકારો દ્વારા ફરી એકવાર કડક નિયમોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ અઠવાડિયે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય પ્રધાનો અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજીને રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરની હોસ્પિટલોમાં સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે 10 અને 11 એપ્રિલના રોજ મોક ડ્રીલની પણ જાહેરાત કરી છે.આની વચ્ચે ત્રણ રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે.જેમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા હરિયાણા, કેરળ અને પુડુચેરીમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. કેરળ સરકારે સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને જીવનશૈલીના રોગોવાળા લોકો માટે પણ માસ્ક ફરજિયાત બનાવ્યા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ જણાવ્યું હતું કે કોવિડ-સંબંધિત મોટાભાગના મૃત્યુ 60 વર્ષથી વધુ ઉંમરના અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડિત લોકોમાં થાય છે. માં જ્યોર્જે આરોગ્ય વિભાગને ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો અને કહ્યું કે ટૂંક સમયમાં ખાનગી હોસ્પિટલોની વિશેષ બેઠક યોજવામાં આવશે.