Maruti Suzuki 2024 : શું તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો ? તો આજે જ લઇ આવો ! નહિ તો…..   

    0
    296
    Maruti Suzuki 2024
    Maruti Suzuki 2024

    Maruti Suzuki  :  શું તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો ? જે કાર તમે લેવાનું વિચારો છો તે કાર મારુતી સુઝુકીની છે ? તો આ સમાચાર તમારા માટે ખુબ મહત્વના છે. તમે નવા વર્ષમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ કાર બુક કરાવી લો નહીતો તમને ૧ જાન્યુઆરી બાદ કાર ખરીદવા પર વધારે ખિસ્સું ખાલી કરવું પડી શકે છે. કેમ કે મારુતિ સુઝુકી (Maruti Suzuki) 1 જાન્યુઆરી 2024 થી પોતાની કારની કિંમત વધારવા જઈ રહી છે.   

    Maruti Suzuki

    દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ વર્ષના અંતમાં એક મોટો ઝટકો આપ્યો છે. મારુતિ સુઝુકી જાહેરાત કરી છે કે, તે પોતાની કારની કિંમતો વધારવા જઇ રહ્યા છે. જે 1 જાન્યુઆરી 2024થી લાગૂ થશે. એક પ્રેસ રીલિઝમાં મારુતિ સુઝુકીએ કહ્યું કે કમોડિટી પ્રાઈસ અને ખર્ચ વધવાને કારણે કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે. કંપનીએ આગળ કહ્યું કે ખર્ચ ઓછો કરવા અને કિંમતોમાં ભાવવધારાની ભરપાઈ માટે કરવામાં આવેલા પ્રયાસો છતાં ગ્રાહકોને અમુક કારોની ખરીદીમાં કિંમત વધારાનો ભાર ઉઠાવવો પડી શકે છે.

    Maruti Suzuki

    Maruti Suzuki 2024 બાદ આ કંપની પણ વધારી રહી છે ભાવ

    એવું માનવામાં આવી રહ્યું છે કે  Maruti Suzukiના દરેક મોડલોની કિંમતોમાં વધારો થઇ શકે છે. જોકે કાર નિર્માતા કંપનીએ હજુ સુધી પોતાના મોડલો પર કિંમત વધારી જાહેરાત કરી નથી.કિંમતોમાં વધારો દરેક કાર મોડલોમાં અલગ અલગ થવાની આશા છે. મારુતિ સુઝુકીએ છેલ્લીવાર 1 એપ્રિલ 2023ના રોજ પોતાની દરેક કારોની કિંમતોમાં 0.8 ટકાનો વધારો કર્યો હતો. મારુતિ સુઝુકી ઉપરાંત અન્ય કાર નિર્માતા કંપનીઓ પણ પ્રાઈસ હાઈકનું એલાન કરી ચૂકી છે. હાલમાં જ જર્મન લગ્ઝરી કાર નિર્માતા કંપની AUDIએ પણ કિંમતોમાં વધારાની જાહેરાત કરી હતી.

    Maruti Suzuki

    AUDIએ વધતા ઈનપુટ કોસ્ટ અને પરિચાલન ખર્ચાનો હવાલો આપતા કહ્યું હતું કે, તેઓ જાન્યુઆરી 2024થી ભારતમાં પોતાના વાહોનોની કિંમતોમાં 2 ટકા સુધીનો વધારો કરશે. ઓડી ઈન્ડિયાએ કહ્યું કે, કિંમતોમાં વધારે 1 જાન્યુઆરી 2024થી પ્રભાવી થશે અને દરેક મોડલ રેંજમાં ભાવ વધારો થશે.

    તમને જણાવી દઈએ કે વર્ષના અંતમાં પ્રાઈસ હાઈકની જાહેરાત કરવી એક સામાન્ય પ્રક્રિયા છે. સામાન્ય રીતે દર વર્ષે વાહન નિર્માતા કંપનીઓ નવા વર્ષની શરૂઆત પહેલા પોતાના વાહનોની કિંમતને અપડેટ કરે છે. જોકે આ વધારો ખૂબ જ ન્યૂનતમ હોય છે અને સામાન્ય રીતે મારુતિ સુઝુકી જેવી બ્રાન્ડ્ઝની કારોની કિંમતમાં લગભગ 20 હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે Maruti Suzuki  આ વખતે કારોની કિંમતમાં કેટલો વધારો કરે છે.

    તમે આ પણ વાંચી શકો છો

    Horoscope 2024 : સૂર્યના પ્રભાવથી આ રાશીનું વર્ષ 2024 સુખદાયી નીવળશે  !