Market news:પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવની સીધી અને ગંભીર અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. આજે, 4 માર્ચના રોજ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટીને 78,500 ના સ્તરે પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે.
Market news:બજારમાં કડાકાના 3 મુખ્ય કારણો

- યુદ્ધનું સંકટ: ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ.
- ક્રૂડ ઓઈલનો ઉછાળો: છેલ્લા 3 દિવસમાં ક્રૂડ ઓઈલ 13% મોંઘું થઈને 80 ડોલરને પાર કરી ગયું છે.
- વૈશ્વિક બજારોની નબળાઈ: દક્ષિણ કોરિયાનું બજાર 10% અને જાપાનનું બજાર 4% સુધી તૂટતા તેની નકારાત્મક અસર ભારત પર પડી છે.
Market news:સોનું અને ચાંદી આસમાને
જ્યારે શેરબજારમાં અસ્થિરતા આવે ત્યારે રોકાણકારો સુરક્ષિત ગણાતા સોનામાં રોકાણ કરે છે. પરિણામે:
- સોનું: ₹2,500 વધીને ₹1.64 લાખ (પ્રતિ 10 ગ્રામ) ના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું.
- ચાંદી: ₹7,000 ના જંગી ઉછાળા સાથે ₹2.79 લાખ પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.
Market news:એશિયન બજારોની સ્થિતિ
| ઇન્ડેક્સ | દેશ | ઘટાડો |
| કોસ્પી (KOSPI) | દક્ષિણ કોરિયા | -5.26% |
| નિક્કેઈ (Nikkei) | જાપાન | -3.15% |
| હેંગસેંગ (Hang Seng) | હોંગકોંગ | -1.87% |

ટ્રમ્પનું નિવેદન અને રિકવરીની આશા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરિયાઈ વેપાર માટે વીમો ઉપલબ્ધ કરાવવા અને અમેરિકી નૌકાદળ દ્વારા તેલ ટેન્કરોને સુરક્ષા આપવાની ખાતરી આપી છે. આ નિવેદનને કારણે અમેરિકી બજારમાં નીચલા સ્તરેથી થોડી રિકવરી જોવા મળી હતી, જે ભારતીય બજાર માટે પણ આશાનું કિરણ છે.
સામાન્ય જનતા પર શું અસર પડશે?
જો કાચા તેલના ભાવ 120 ડોલર સુધી પહોંચશે, તો ભારતમાં ઈંધણના ભાવ વધી શકે છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ ₹100 અને ડીઝલ ₹92 સુધી પહોંચવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો :મિડલ ઈસ્ટમાં યુદ્ધની સીધી અસર: ભારત પાસે માત્ર 25 દિવસનો ઓઈલ સ્ટોક, રશિયા બન્યું ‘સંકટ સમયનો સાથી’




