એશા દેઓલ – બોબી દેઓલ અને સન્ની દેઓલ ગદર-2 પહેલા કયારેય જાહેરમાં સાથે જોવા મળતા ન હતા, તેમ આ ભાઈ-બેહનો ક્યારેય એકબીજાના લગ્ન કે ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળ્યા નથી. ગદર-2 પછી ભાઈ-બહેનોના સંબંધોમાં બદલાવ જોવા મળ્યો છે. એશા દેઓલે ગદર-2ની સક્શેસ પાર્ટી આપ્યા બાદ ફરી એક વાર બોબી દેઓલ ની આવનારી ફિલ્મ પર પોસ્ટ કરી છે.

‘એનિમલ’નું ટીઝર રીલીઝ થતા જ એશા દેઓલે ‘એનિમલ’માં તેના ભાઈ બોબી દેઓલના લુકની પ્રશંસા કરી છે. ફિલ્મનું ટીઝરનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું તેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. રેબેલ સ્ટાર પ્રભાસે પણ ‘એનિમલ’ ના ટીઝરને લઈને પોસ્ટ કરી. (પ્રભાસની પોસ્ટને જોવા કલીક કરો અહી)

એશા દેઓલે ‘એનિમલ’ના બોબી દેઓલના સીન પર પ્રતિક્રિયા આપી
સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘એનિમલ’ નું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું હતું, જે સોશિયલ મીડિયા પર છવાય ગયું છે, અનેક ફિલ્મી હસ્તીઓએ તેના વખાણ કર્યાં છે, પ્રભાસ અને આલિયા ભટ્ટ જેવી હસ્તીઓ દ્વારા વખાણવામાં આવ્યું હતું. ઉત્સાહ વ્યક્ત કરનારાઓમાં એશા દેઓલ પણ હતી , જેણે ટીઝરમાં ભાઈ બોબી દેઓલના શર્ટ પહેર્યા વગરના લૂક પર કોમેન્ટ કરીને બોબી દેઓલના વખાણ કર્યાં હતા. તેણે આ દ્રશ્યને ‘મહાનકાવ્ય’ તરીકે વર્ણવ્યું હતું. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટીઝરમાંથી ક્લિપ શેર કરી અને લખ્યું, “છેલ્લા શોટ, એપિક”

‘એનિમલ’નું ટીઝર રિલીઝ કરવા માટે રણબીર કપૂરના જન્મદિવસથી વધુ સારો દિવસ બીજો કોઈ ન હોઈ શકે. 2-મિનિટ, 26-સેકન્ડની ક્લિપ રણબીર કપૂર દ્વારા હાઇ-ઓક્ટેન સ્ટન્ટ્સ, અદ્ભુભૂત સંવાદો અને અભિનયથી ભરપૂર પાવર-પેક્ડ છે. ઘરના છોકરામાંથી બળવાખોર વ્યક્તિમાં તેનું રૂપાંતરણ ચાહકોને આશ્ચર્યચકિત કરશે. ટીઝર જોઇને અંદાઝ લગાવી શકાય છે કે આ ફિલ્મ માટે રણબીરે કેટલી મહેનત કરી છે.
અગાઉ જણાવ્યાનુસાર, એનિમલ સિનેમાઘરોમાં 1 ડિસેમ્બર, 2023ના રોજ વલ્ડ વાઇલ્ડ રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ પહેલા ઓગસ્ટ 2023માં રિલીઝ થવાની હતી, તેની પોસ્ટ-પ્રોડક્શન પ્રવૃત્તિઓમાં વિલંબને કારણે ફિલ્મ રીલીઝ કરવામાં વિલંબ થયો હતો. રણબીર કપૂર આ ફિલ્મમાં નાયકની ભૂમિકા ભજવે છે, જે એક સમૃદ્ધ ઉદ્યોગપતિનો પુત્ર છે જે તેના વધતા જતા દિવસોમાં તેના પિતા દ્વારા દુર્વ્યવહાર કરે છે. એનિમલ ટીઝરમાં તેના નાયકનું નામ છુપાવવામાં આવ્યું છે.
અનિલ કપૂર ફિલ્મમાં રણબીરના પિતા બલબીર સિંહની ભૂમિકા ભજવી રરહ્યા છે. બીજી તરફ બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળશે. રશ્મિકા મંદન્ના રણબીર કપૂરની પત્ની ગીતાંજલિની ભૂમિકા નિભાવે છે. આ પ્રોજેક્ટમાં તૃપ્તિ ડિમરી, શક્તિ કપૂર, સુરેશ ઓબેરોય, સિદ્ધાંત કર્ણિક, સૌરભ સચદેવા અને અન્ય સહાયક ભૂમિકાઓ સહિતની સ્ટાર કાસ્ટ છે.
મનોરંજન અને બોલીવૂડના અન્ય સમાચારો વાંચવા કિલીક કરો અહી –
સાઉથની આ ફિલ્મનું ટીજર જોઈ ભૂલી જશો પુષ્પા અને KGF
એનિમલ ટીઝર છવાયું સોશિયલ મીડિયા પર : પ્રથમ ઝલક જોઈ પ્રભાસે કર્યા વખાણ
ટાઈગર 3 : સલમાન, કેટરિના કૈફ ટ્વિટર પર ટ્રેન્ડ : આ તારીખે ચાહકોને મળશે ‘ટાઈગર કા સંદેશ’
બીગ બોસ સિઝન-17ની ધમાકેદાર જાહેરાત, સલમાન ફરી કરશે હોસ્ટ
સાઉથ ફિલ્મોના ચાહક છો તો થઇ જાવ તૈયાર, આવી રહી છે આ ફિલ્મો..