વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હજુ સુધી તેમની પુત્રી વામિકા કોહલીનો ચહેરો ચાહકોને બતાવ્યો નથી, ત્યારે હવે એવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે, અનુષ્કા ફરી એક વાર માં બનવા જઈ રહી છે. કપલ બીજા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યું છે, આ સમાચાર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચાહકોએ સોશિયલ મીડિયા પર અભિનંદન આપવાનું શરૂ કર્યું છે. જો કે વિરાટ કોહલી કે અનુષ્કા શર્માએ હજુ સુધી આની સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. દંપતી તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યું છે.

એક સ્ત્રોતના જણાવ્યાનુસાર, “અનુષ્કા તેના બીજા બાળકની અપેક્ષા રાખી રહી છે.” છેલ્લી વખતની જેમ, તેઓ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને એક પુત્રી વામિકા છે, જેનો જન્મ જાન્યુઆરી 2021માં થયો હતો.
પ્રેગ્નન્સીના સમાચાર વચ્ચે આ લૂકમાં જોવા મળી અનુષ્કા, પાપારાઝીને ફોટો લેવાની પાડી ‘ના’ – વધુ વાંચવા ક્લિક કરો –
ઉલ્લખનીય છે કે, અનુષ્કા શર્મા જે કોહલી સાથે મેચમાં સાથે રહે છે તે આ સમયે મેચમાં ભાગ લેતી વખતે કોહલી સાથે પ્રવાસ કરી રહી નથી. આ ઉપરાંત આ કપલને હાલમાં જ મુંબઈમાં એક મેટરનિટી ક્લિનિકની બહાર જોવામાં આવ્યું હતું. પરંતુ તેઓએ પાપારાઝીને ટૂંક સમયમાં જાહેરાત કરવાના વચન સાથે તેમના ફોટો પોસ્ટ ન કરવા વિનંતી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મિત્રો અને પરિવારજનોની હાજરીમાં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ 2021માં દીકરી વામિકા કોહલીના માતા-પિતા બન્યા હતા. જોકે, અત્યાર સુધી આ કપલે પોતાની દીકરી વામિકાનો ચહેરો પાપારાઝીની નજરથી દૂર રાખ્યો છે.
ફિલ્મોની વાત કરીએ તો લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર રહેલી અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં જ આગામી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

મનોરંજનને લગતા વધુ સમાચાર જોવા માટે – કલિક કરો અહી –
એક્ટરના આરોપ પર ‘સેન્સર બોર્ડ’ નો જવાબ : “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ”
એશા દેઓલે બોબી દેઓલ ના કર્યાં વખાણ : બોબીના શર્ટલેસ સીનને ‘એપિક’ કહ્યો
એનિમલ ટીઝર છવાયું સોશિયલ મીડિયા પર : પ્રથમ ઝલક જોઈ પ્રભાસે કર્યા વખાણ
ટાઈગર 3 : સલમાન, કેટરિના કૈફ ટ્વિટર પર ટ્રેન્ડ : આ તારીખે ચાહકોને મળશે ‘ટાઈગર કા સંદેશ’
બીગ બોસ સિઝન-17ની ધમાકેદાર જાહેરાત, સલમાન ફરી કરશે હોસ્ટ
સાઉથ ફિલ્મોના ચાહક છો તો થઇ જાવ તૈયાર, આવી રહી છે આ ફિલ્મો..