Mandatory AI Labels from Today:ડિજિટલ દુનિયામાં મોટા ફેરફાર: આજથી AI કન્ટેન્ટ પર ‘લેબલ’ ફરજિયાત, ડીપફેક હટાવવા માટે માત્ર 3 કલાકની ડેડલાઇન

0
86
AI Labels

Mandatory AI Labels from Today:ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઉપયોગને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ભારત સરકારે આજથી એટલે કે 20 ફેબ્રુઆરી 2026 થી નવા IT નિયમો લાગુ કરી દીધા છે. હવે જો કોઈ ફોટો, વીડિયો કે ઓડિયો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવ્યો હશે, તો તેના પર સ્પષ્ટપણે ‘AI Generated’ નું લેબલ લગાવવું અનિવાર્ય બનશે.

Mandatory AI Labels from Today:વડાપ્રધાન મોદીનું સૂચન: ‘ન્યુટ્રિશન લેબલ’ જેવી જ પારદર્શિતા

Mandatory AI Labels from Today

આ નિયમોના અમલીકરણના એક દિવસ પહેલાં AI સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, “જેમ ખાદ્ય પદાર્થો પર ન્યુટ્રિશન લેબલ હોય છે, તેમ ડિજિટલ કન્ટેન્ટ પર પણ લેબલ હોવું જોઈએ જેથી જનતા જાણી શકે કે કયું કન્ટેન્ટ અસલી છે અને કયું એડિટ કરેલું.”

Mandatory AI Labels from Today:નવા નિયમોની મુખ્ય બાબતો: શું બદલાશે?

  1. 3 કલાકની અંદર એક્શન: પહેલા વાંધાજનક કે ડીપફેક કન્ટેન્ટ હટાવવા માટે પ્લેટફોર્મ્સ પાસે 36 કલાકનો સમય હતો, જે હવે ઘટાડીને માત્ર 3 કલાક કરી દેવામાં આવ્યો છે.
  2. મેટાડેટા (ડિજિટલ DNA) સાથે છેડછાડ નહીં: દરેક AI ફાઈલમાં અંદરખાને તેની ઓળખ (ક્યારે બની, કોણે બનાવી) છુપાયેલી હશે. જો કોઈ આ મેટાડેટા ડિલીટ કરવાનો પ્રયાસ કરશે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તે પોસ્ટને ઓટોમેટિક ડિલીટ કરી દેશે.
  3. વોટરમાર્ક હટાવવો ગુનો: AI વીડિયોના ખૂણામાં રહેલા ‘ડિજિટલ સ્ટેમ્પ’ કે લેબલને એડિટ કરીને હટાવવું હવે ગેરકાયદેસર ગણાશે.
  4. પ્લેટફોર્મની જવાબદારી: જો કોઈ યુઝર AI કન્ટેન્ટ હોવા છતાં તેને છુપાવે અને પ્લેટફોર્મ તેને પકડી ન શકે, તો તેના માટે સોશિયલ મીડિયા કંપની (Meta, X, Google વગેરે) જવાબદાર ગણાશે.

ગંભીર ગુનાઓ પર કડક નજર

Mandatory AI Labels from Today

સરકારે સ્પષ્ટ કર્યું છે કે AI નો ઉપયોગ કરીને ફેલાવવામાં આવતી નીચે મુજબની બાબતો પર કડક કાર્યવાહી થશે:

  • ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને અશ્લીલતા.
  • ઓળખની ચોરી (Deepfake) અને છેતરપિંડી.
  • ચૂંટણીમાં હેરાફેરી કે ખોટી માહિતી.
  • હથિયારો સંબંધિત જોખમી વિગતો.

શા માટે આ જરૂરી છે? માહિતી અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના મતે, આ પગલાથી ઇન્ટરનેટ વધુ ઓપન, સેફ અને વિશ્વસનીય’ બનશે. ખાસ કરીને ડીપફેક ટેકનોલોજી દ્વારા થતા ગુનાઓ પર આનાથી લગામ કસાશે.

આ પણ વાંચો :ગુજરાતમાં ‘માવઠા’નો માર: લગ્નની સીઝનમાં આભ ફાટ્યું, ત્રણ સિસ્ટમ સક્રિય થતા ખેડૂતો અને જનજીવન પ્રભાવિત