માણસ માત્ર સાત વરસમાં થઇ જશે અમર-વૈજ્ઞાનિકનો ચોંકાવનારો દાવો

0
287

કહેવાય છે કે જેનો જન્મ થયો છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે, પણ કોઇ અમર થઇ શકે તો શુ થાય,, ગુગલના ભુતપુર્વ કર્મચારીએ આગાહી કરી છે કે આગામી 30 વરસમાં માનવી અમર થઇ શકશે,જેના ઉપર કામ ચાલી રહ્યુ છે,ગુગલના ભુતપુર્વ એન્જિનિયર રે કુર્ઝવિલે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે, જેમા જણાવાયુ છે કે એવા ટેક્નોલોજી ઉપર કામ થઇ રહ્યુ છે કે જેમાં માણસ આગામી સાત વર્ષમાં અમર થઇ શકશે,તેઓએ અત્યાર સુધી 147 આગાહીઓ કરી છે, તે પૈકી 86 ટકા સાચી પડી છે, તેમના પુસ્તક ધ સિગ્યુલારીટી ઇઝ નીયરમા અમરત્વનો ઉલ્લેખ કરાયો છે,જેમાં જીનેટિક્સ, નેનોટેક્નોલોજી, રોબોટીક્સ વિશે વાત છે, તે સિવાય  આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સથી તમામને જોડવાની વાત કરાઇ છે, જેમાં એવા રોબોટનો ઉલ્લેખ છે જે જાતે જ શિખશે, સંવેદનાઓ હશે, આમ માણસ અને રોબોટના સંગમથી નવી પેઢી તૈયાર કરવાની ભવિષ્યવાણી કરાઇ છે,જેનો નાશ ક્યારેય નહી થાય, રે કુર્ઝવિલની આગાહીએ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે,