લક્ષદ્વીપ અને માલદીવનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
માલદીવના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન મોદી પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન માલદીવ સાથેના રાજદ્વારી વિવાદના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે 2014માં સત્તામાં આવ્યા બાદથી વડાપ્રધાન દરેક વસ્તુને અંગત રીતે લઈ રહ્યા છે.
“વડાપ્રધાન મોદી દરેક બાબતને અંગત રીતે લે છે”: Mallikarjun Kharge
પત્રકારો સાથે વાતચીત દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પાડોશી દેશો સાથે સારા સંબંધો હોવા જોઈએ. આપણે સમય પ્રમાણે કામ કરવું પડશે, કારણ કે આપણે આપણા પડોશીઓને બદલી શકતા નથી.

વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કહ્યું કે તેઓ દરેક વસ્તુને અંગત રીતે લે છે. વાસ્તવમાં, માલદીવ સાથે રાજદ્વારી વિવાદ ત્યારે વધી ગયો જ્યારે માલદીવના મંત્રીઓ દ્વારા લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી. જોકે, વિવાદ વધ્યા બાદ માલદીવના મંત્રીઓએ સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટને હટાવી દીધી હતી.
ભારત અમારો નજીકનો સાથી છે – MATI
માલદીવ એસોસિએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી (MATI) એ મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની નિંદા કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત આપણા સૌથી નજીકના પાડોશીઓ અને સહયોગીઓમાંથી એક છે. ભારતે આપણા સમગ્ર ઈતિહાસમાં અનેક કટોકટીમાં તાત્કાલિક મદદ પૂરી પાડી છે. ભારત સરકાર અને તેના નાગરિકોએ અમારી સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માલદીવ વિવાદ બાદ દેશભરની મોટી હસ્તીઓ પણ લક્ષદ્વીપ પર્યટનને લઈને આગળ આવવા લાગી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે, ઘણા કલાકારોએ લક્ષદ્વીપની કુદરતી સુંદરતાની પ્રશંસા કરી છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો