મલયાલમ અભિનેત્રી રેજુષા મેનન માત્ર 35 વર્ષની વયે તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવતા મલયાલમ ફિલ્મ ઉદ્યોગ શોકાતુર જોવા મળ્યો. ચાહકો તેમની મનપસંદ અભિનેત્રીની અચાનક ફની દુનિયામાંથી વિદાઈ થતાજ શોકમાં ડૂબી ગયા છે. મળતી માહિતી પ્રમાણે (Malayalam actress) મલયાલમ ફિલ્મ અભિનેત્રીનું માત્ર 35 વર્ષની વયે અવસાન થયું . આ જાણીતી અભિનેત્રી તેના ફ્લેટ તિરુવનંત પુરમમાં શ્રી કાર્યમમા તેના (Rejusha Menon found dead) એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી છે. અભિનેત્રી રેજુષા મેનન તેના ફ્લેટમાં ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી છે. મળતી માહિતી પ્રમાણે રેજુષા તેના પતિ સાથે આ ફ્લેટમાં રહેતી હતી. અને આથિક સંકટનો સામનો કરી રહી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર જયારે તેમને એપાર્ટમેન્ટના રહેવાશીઓ દ્વારા માહિતી મળી ત્યારે અમે ફ્લેટ પર પહોંચ્યા હતા ત્યાં મૃત અવસ્થામાં અભિનેત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે જોતા જ આત્મહત્યા કરી હોય તેવું લાગ્યું હતું પરંતુ તપાસ અધિકારીઓએ મૃત્યુનું કારણ ચકાસવા વધુ તપાસ સ્થળ પર હાથ ધરી હતી.
મલયાલમ અભિનેત્રી રેજુષા મેનનના ફ્લેટ પર પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરતા રેજુષા મેનને મૃત્યુના થોડા કલાકો પહેલા ઈસ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીઓ શેર કર્યો હતો. અને આનંદ રાગમ સાથે ખુશ ખુશાલ જોવા મળી હતી. પરંતુ આ દુખદ સમાચાર મળતાજ મલયાલમ ફિલ્મમાં તેના ચાહકો આઘાતમાં ડૂબી ગયા છે.
મલયાલમ ફિલ્મ અભિનેત્રી રેજુષા મેનન ના અવસાન પર ચાહકોએ પોતાની લાગણીઓ સોશિઅલ મીડિયા પર શેર કરી રહ્યા છે . કેટલાક ચાહકોએ લખ્યું કે આટલો આનંદિત વિડીઓ શેર કર્યા પછી અચાનક આત્મહત્યાનું કારણ શું હોઈ શકે ? બીજા એક ચાહકે લખ્યું કે ભાગ્ય બદલવા માટે માત્ર સેકન્ડનો અંશ પુરતો છે. શાંતિથી આરામ કરો . ભગવાન તમારા આત્માને શાંતિ આપે. અન્ય એક ચાહકે લખ્યું કે મૃત્યુનું કારણ સામે આવું જોઈએ . રેજુશા મેનનની મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં ખુબ લોકપ્રિય નામ હતું. રેજુષા મેનનએ ટીવી ચેનલ પર એન્કર તરીકે પોતાની કેરિયર શરુ કરી હતી. અને ટીવી સીરીયલોમાં સહાયક અભિનેત્રી તરીકે પણ અભિનય કરવાની શરૂઆત કરી હતી. નીઝાલલટ્ટમ , માગ્દુલે અમ્મા , જેવા અન્ય પ્રોજેક્ટમાં કામ કર્યું છે. મલયાલમમાં અનેક ફિલ્મો , ટીવી સીરીયલમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરીને નામના મળી હતી.
મલયાલમ ફિલ્મ અભિનેત્રી મૂળ કોચીની વતની હતા. અને ટીવી એન્કર તરીકે શરૂઆત કાર્ય પછી સ સ્ત્રી સિરીયલથી અભિનય શરુ કર્યો અને અનેક સીરીયલ સહિત ફિલ્મમાં કામ કરીને કારકિર્દી શરુ કરીને પ્રોડ્યુસર તરીકે પણ કામ કરીને કેટકીલ ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી.
મલયાલમ અભિનેત્રી જાણીતી નૃત્યંગા પણ હતી. ભારત નાટ્યમમાં નિપુણતા હાંસલ કરી હતી.