આયુર્વેદ અનેક રોગોમાં સચોટ નિદાન કરે છે અને આયુર્વેદ હમેશા આપણી આસપાસની વનસ્પતિ, શાકભાજી, ફળફળાદી વિગેરે મોટા ભાગના રોગોની સારવારમાં ઉત્તમ પરિણામ આપે છે. આજે જુદા જુદા શાકભાજી અને ફળના ઉપયોગ વિષે જાણીશું . આયુર્વેદ ના જાણકારોના મત પ્રમાણે ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે અને વાળ ખરતાં અટકે છે આ ઉપરાંત લોહી ચોખ્ખું કરે છે તથા ચામડીના રોગો માટે પણ ઉત્તમ છે. દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઈ જાય છે. એસીડીટી મટાડે છે દૂધી લોહીની શુદ્ધિ કરે છે તથા હદયને મજબુત બનાવે છે . અલગ અલગ સિઝનમાં મળતી લીલી ભાજીની વાત કરીએ તો તાંદળજાની ભાજીમાં આયર્ન છે જે લોહી સુધારવામાં મદદ કરે છે. કોથમીરનો રસ શરીરમાં ઠંડક આપે છે અને પાચનક્રિયામાં મદદ કરે છે. હિમોગ્લોબીનમાં સુધારો કરે છે અને આંખના નંબર માટે ફાયદા કારક છે.
આયુર્વેદ કહે છેકે તુલસીનો રસ પીવાથી ગેસ,પેટના કૃમિનો નાશ ઉપરાંત ઉલટી થતી મટાડે છે. પાલકનો રસ પેટ સાફ રાખે છે અને ઉધરસ મટાડે છે. ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. સફેદ ડુંગળીના રસમાં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુ:ખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે. કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે ડાયાબીટીસ માટે ફાયદાકારક છે કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટીમાં રાહત મળે છે તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે. ટમેટાના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે . ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે. બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.બીટ શરીરને રાખે ફીટ કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. ચોળીની શિંગથી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે. લસણનો રસ પીવાથી શરીર જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગોમાં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે, આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે હદય સંબંધી બિમારીઓ દૂર કરે છે.
કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે શક્તિનો ખજાનો છે. જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે ડાયાબીટીસ કાબુમાં રાખે છે. તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે. પાઈનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે. લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે. શેરડીનો રસ વિશ્વનો સૌથી શક્તિશાળી રસ શક્તિવર્ધક,બી12 વધારે છે.
ખાસ નોંધ–આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાંચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની મમાત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.