makarsankranti : ભારત દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામથી ઓળખાય છે. મકરસંક્રાંતિના તહેવાર પર દાન અને સ્નાનનું વિશેષ મહત્વ છે. તેમજ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ પર દાન કરવાની પરંપરા સાથે પતંગ ઉડાડવામાં આવે છે.

ઉત્તરાયણનો તહેવાર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ભારતના પડોશી દેશોમાં પણ મકરસંક્રાંતિ ઉજવણી કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું અન્ય કયા દેશોમાં પણ ઉત્તરાયણ મનાવામાં આવે છે.
makarsankranti : શ્રીલંકામાં પણ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે

ભારતના દક્ષિણમાં આવેલા શ્રીલંકામાં પણ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. અહીં આ તહેવારની ઉજવણી માટે એક અલગ પરંપરાનું પાલન કરવામાં આવે છે. શ્રીલંકામાં મકરસંક્રાંતિને ઉજહાવર થીરાનલ તરીકે ઓળખવામાં આવે છે.શ્રીલંકામાં કેટલાક લોકો તેને પોંગલ પણ કહે છે.તેનું કારણ એ છે કે અહીં તામિલનાડુના લોકો મોટી સંખ્યામાં રહે છે.
makarsankranti : મ્યાનમારમાં ઉત્તરાયણનો તહેવાર મનાવામાં આવે છે

makarsankranti : મ્યાનમારમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ અનોખી રીતે ઉજવવામાં આવે છે. અહીં તે તિનાજ્ઞાન નામથી ઉજવવામાં આવે છે. મ્યાનમારમાં મકરસંક્રાંતિનો તહેવાર બૌદ્ધ સમુદાય સાથે જોડાયેલો છે. આ તહેવાર 3 થી 4 દિવસ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે નવા વર્ષના આગમનની ઉજવણી માટે અહીં મકરસંક્રાંતિ પણ ઉજવવામાં આવે છે.
makarsankranti : થાઈલેન્ડમાં પણ ઉજવવામાં આવે છે ઉત્તરાયણ

makarsankranti : ઉત્તરાયણનો તહેવાર થાઈલેન્ડમાં પણ ઉજવવામાં આવે છે. થાઈલેન્ડમાં સોંગકર્ન તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં થાઈલેન્ડના દરેક રાજા પાસે પોતાની ખાસ પતંગ હતો. થાઈલેન્ડમાં સમૃદ્ધિની આશામાં સાધુઓ અને પૂજારીઓ ઠંડીમાં આ પતંગ ઉડાવતા હતા. માત્ર રાજાઓ જ નહીં પણ થાઈલેન્ડના લોકો પણ ભગવાનને પ્રાર્થના કરવા માટે પતંગ ઉડાવતા હતા.
તમે આ પણ વાંચી શકો છો
Makarsankrati : જાણો કેમ 14 જાન્યુઆરીએ જ ઉત્તરાયણ ઉજવાય છે ? 9 હજાર વર્ષ બાદ જુનમાં ઉજવાશે ઉત્તરાયણ.