Home Desh Major Decision on Char Dham: બદ્રીનાથ–કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુ...

Major Decision on Char Dham: બદ્રીનાથ–કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુ પ્રવેશ પર પ્રતિબંધની તૈયારી,

0
468
Char Dham
Char Dham

Major Decision on Char Dham: ચારધામ યાત્રાને લઈને એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે. બદ્રીનાથ–કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ ચારધામ તથા તેની સાથે જોડાયેલા કુલ 48 પવિત્ર મંદિર, કુંડ અને સમાધિ સ્થળોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નિર્ણયને લઈ ધાર્મિક વર્તુળોમાં સમર્થન જ્યારે રાજકીય મથામણ શરૂ થઈ ગઈ છે.

BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, બદ્રીનાથ અને કેદારનાથ કોઈ પ્રવાસન સ્થળ નથી, પરંતુ સનાતન ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર છે. અહીં પ્રવેશને નાગરિક અધિકાર નહીં પરંતુ ધાર્મિક પરંપરાના આધારે જોવું જોઈએ.”

Major Decision on Char Dham: ‘ચારધામ યાત્રા આસ્થા છે, પ્રવાસ નહીં’

Major Decision on Char Dham

હેમંત દ્વિવેદીએ કહ્યું કે સંત સમાજ અને પ્રમુખ ધાર્મિક ગુરુઓનું પણ એકમત માનવું છે કે આ પવિત્ર તીર્થસ્થાનોમાં બિન હિન્દુઓનો પ્રવેશ ન હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે ચારધામ યાત્રા આસ્થા, સાધના અને સનાતન પરંપરાનો પ્રતિક છે, પ્રવાસન પ્રવૃત્તિ નથી.

Major Decision on Char Dham: ઉત્તરાખંડ સરકારનું આડકતરું સમર્થન

આ પ્રસ્તાવ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડના તીર્થસ્થાનોનું સંચાલન કરનારી સંસ્થાઓ જે નિર્ણય લેશે, રાજ્ય સરકાર તે મુજબ કાર્યવાહી કરશે. આ નિવેદનથી સરકારનો આ પ્રસ્તાવ પ્રત્યે સહાનુભૂતિભર્યો વલણ હોવાનું સ્પષ્ટ થાય છે.

Major Decision on Char Dham: કુલ 48 મંદિર–તીર્થસ્થાનોનો સમાવેશ

BKTC દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવિત લિસ્ટમાં કેદારનાથ ધામ, બદ્રીનાથ ધામ, તુંગનાથ, મધ્યમહેશ્વર, ત્રિયુગીનારાયણ, ગૌરીકુંડ, વસુંધારા સહિત અનેક મંદિર, કુંડ અને સમાધિ સ્થળોનો સમાવેશ થાય છે, જ્યાં બિન હિન્દુ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે.

કોંગ્રેસનો વિરોધ, હરીશ રાવતે ઉઠાવ્યા સવાલ

Major Decision on Char Dham

બીજી તરફ આ મુદ્દે રાજકીય વિરોધ પણ શરૂ થયો છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવતે આ પ્રસ્તાવ પર તંજ કસતા કહ્યું કે, જો પ્રતિબંધ મૂકવો હોય તો સરકાર ખૂલીને મૂકે. એક તરફ ભારત પોતાની સંસ્કૃતિ વિશ્વને બતાવવા આમંત્રણ આપે છે અને બીજી તરફ અહીં ઉલ્ટો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે.”
તેમણે વધુમાં સવાલ ઉઠાવ્યો કે અનેક મંદિરો અને કાવડ યાત્રાઓમાં બિન હિન્દુ લોકો સેવાઓ આપે છે અને વ્યવસ્થાપનમાં જોડાયેલા છે, તો આવા પ્રતિબંધ પાછળનો વિચાર શું છે તે સરકાર જ સ્પષ્ટ કરી શકે.

ચર્ચાનો વિષય બનશે પ્રસ્તાવ

આ પ્રસ્તાવને લઈ આવનારા દિવસોમાં ધાર્મિક, સામાજિક અને બંધારણીય સ્તરે તીવ્ર ચર્ચા થવાની પૂરી શક્યતા છે. જ્યાં એક તરફ સંત સમાજ અને ધાર્મિક સંગઠનો તરફથી સમર્થન મળવાની વાત છે, ત્યાં બીજી તરફ બંધારણમાં આપેલા સમાનતાના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતા અંગે સવાલો ઉઠી શકે છે.

આ પણ વાંચો :republic day 2026:77મો પ્રજાસત્તાક દિવસ 2026 કર્તવ્ય પથ પર ભારતની શક્તિ, સંસ્કૃતિ અને સ્વનિર્ભરતાનું ભવ્ય પ્રદર્શન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે