Major Congress Reshuffle: આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનેક રાજ્યો માટે નવા AICC મહાસચિવ પ્રભારીઓની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. આ ફેરફારમાં ગુજરાત અને પંજાબ સહિત અનેક મહત્વના રાજ્યોમાં સંગઠનની જવાબદારી બદલવામાં આવી છે.
સૌથી મહત્વના ફેરફારમાં સચિન પાઇલટને પંજાબના AICC મહાસચિવ પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેઓ હવે ભૂપેશ બઘેલનું સ્થાન લેશે. બીજી તરફ, ભૂપેશ બઘેલને પંજાબના પ્રભારેથી હટાવીને આસામ સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે.
Major Congress Reshuffle: ગુજરાતની જવાબદારી રણદીપ સુરજેવાલાને

કોંગ્રેસે ગુજરાતમાં પણ સંગઠનાત્મક ફેરફાર કર્યો છે. રણદીપ સિંહ સુરજેવાલાને ગુજરાતના નવા AICC મહાસચિવ પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેઓ મુકુલ વાસનિકનું સ્થાન લેશે.
સુરજેવાલા માટે આ નવી જવાબદારી સાથે કર્ણાટકનો પ્રભાર પણ યથાવત રાખવામાં આવ્યો છે. એટલે હવે તેઓ ગુજરાત અને કર્ણાટક બંને રાજ્યોના સંગઠન પ્રભારી તરીકે કામગીરી સંભાળશે.
ગુજરાતમાં આગામી રાજકીય અને ચૂંટણીલક્ષી પડકારોને ધ્યાનમાં રાખીને સુરજેવાલાની નિમણૂકને મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહી છે. રાજ્યમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા માટે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
Major Congress Reshuffle: અન્ય રાજ્યોમાં પણ સંગઠન ફેરફાર
કોંગ્રેસે માત્ર ગુજરાત અને પંજાબ પૂરતો જ ફેરફાર કર્યો નથી. અન્ય રાજ્યોમાં પણ નવા સંગઠન પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.
સુખદેવ ભગતને છત્તીસગઢ, ડૉ. સિદ્ધિવેલા પ્રસાદને મહારાષ્ટ્ર અને પી.વી. મોહનને આંધ્રપ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ નિમણૂકો દ્વારા કોંગ્રેસે વિવિધ રાજ્યોમાં સંગઠનાત્મક જવાબદારીઓનું પુનર્ગઠન કર્યું છે. ખાસ કરીને જ્યાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યાં સંગઠનને વધુ સક્રિય બનાવવા અને નેતૃત્વને નવી જવાબદારી આપવાના ભાગરૂપે આ ફેરફારો કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Major Congress Reshuffle: ચૂંટણી પહેલાં સંગઠન મજબૂત કરવાની કવાયત

કોંગ્રેસ માટે આગામી વિધાનસભા ચૂંટણીઓ મહત્વપૂર્ણ છે. ચૂંટણી પહેલાં સંગઠનના સેનાપતિઓમાં ફેરફાર કરીને પાર્ટીએ રાજ્યોમાં પોતાની તૈયારીઓને વધુ ગતિ આપવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાતમાં રણદીપ સુરજેવાલા, પંજાબમાં સચિન પાઇલટ અને આસામમાં ભૂપેશ બઘેલ સહિતના નેતાઓને નવી જવાબદારી મળતાં હવે આ રાજ્યોમાં કોંગ્રેસની સંગઠનાત્મક કામગીરી પર સૌની નજર રહેશે. નવા પ્રભારીઓ સામે સંગઠનને એકજૂટ રાખવા, કાર્યકરોને સક્રિય કરવા અને ચૂંટણી માટે મજબૂત માળખું ઊભું કરવાનો પડકાર રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: દેશની 8 હાઇકોર્ટને મળ્યા નવા ચીફ જસ્ટિસ: કેન્દ્ર સરકારે નિમણૂકોને આપી મંજૂરી

