Kedarnath Landslide: કેદારનાથ પગપાળા માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ ઘટના બની. અહીં પહાડો પર ભૂસ્ખલન થતાં કાટમાળ અને મોટા મોટા પથ્થરો પડતાં 6 શ્રદ્ધાળુઓ દટાઈ ગયા હતા. જેમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય 8 ની હાલત ગંભીર જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કેદારનાથના ગૌરીકુંડ (Gaurikund in Kedarnath) પાસે રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં પહાડી પરથી પથ્થરો નીચે પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય બ8 લોકો ઘાયલ થયા છે. પહાડોમાં વરસાદને કારણે વારંવાર લેન્ડ સ્લાઈડના કિસ્સાઓ બને છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ દુર્ઘટના લેન્ડ સ્લાઇડને કારણે થઈ છે.
માહિતી અનુસાર 3 શ્રદ્ધાળુઓના મૃતદેહોને કાટમાળમાંથી ભારે જહેમત બાદ કાઢી લેવામાં સફળતા મળી હતી. હજુ પીડિતોની ઓળખ જાહેર થઈ શકી નથી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી નંદન સિંહે કહ્યું કે અમને સવારે 7:30 વાગ્યે ઘટનાની જાણકારી મળી. જેમાં ચીરબાસા નજીક પર્વત પરથી કાટમાળ અને ભારે પથ્થરો ધસી આવવાની જાણકારી અપાઈ હતી.
કાટમાળમાંથી ત્રણ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય આઠ ઘાયલ છે. ઘાયલો ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો હોવાનું કહેવાય છે.
મૃતકોના નામ
કિશોર અરુણ પરતે, મહારાષ્ટ્ર, ઉંમર 21 વર્ષ
અનુરાગ બિષ્ટ, તિલવારા
સુનિલ મહાદેવ, મહારાષ્ટ્ર, ઉંમર 24 વર્ષ
ઘાયલોના નામ
ચેલાભાઈ ચૌધરી, ગુજરાત, ઉંમર 23 વર્ષ
હરદાનભાઈ પટેલ, ગુજરાત
જગદીશ પુરોહિત, ગુજરાત, ઉંમર 45 વર્ષ
અભિષેક ચૌહાણ, મહારાષ્ટ્ર, ઉંમર 18 વર્ષ
ધનેશ્વર દંડે, મહારાષ્ટ્ર, ઉંમર 27 વર્ષ
Kedarnath : બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે
સૂચના મળતાં જ યાત્રા માર્ગમાં તહેનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. જેમાં એનડીઆરએફ, ડીડીઆર, વાયએમએફ તંત્રની ટીમે રેસ્ક્યૂ શરુ કર્યું હતું. ઘાયલોને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. હાલ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો