અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં દેખાતા આ યુવકનું નામ છે પ્રદીપ ઠાકોર. આ આરોપી ગોતા ની સિલ્વર ઓક કોલેજ માં અભ્યાસ કરે છે. ભારત પાકિસ્તાન ની મેચની ટિકિટો નકલી મેળવીને તેને અસલ તરીકે બતાવી લાખો રૂપિયા કમાઈ ચુક્યો છે.શહેર ક્રાઈમ બ્રાન્ચે ભારત પાકિસ્તાનની મેચ પહેલા બનાવટી ટિકિટની લે-વેચ કરતા વધુ એક યુવકની ધરપકડ કરી છે. ખાનપુર વિસ્તારમાંથી પ્રદીપ ઠાકોર નામના યુવક તેમજ કાયદાના સંઘર્ષમાં આવતા એક કિશોરને પકડી 23 ડુપ્લીકેટ ટિકિટ કબજે કરી છે. આરોપીએ પોતાના ઘરમાંથી 4 લાખ રૂપિયાની ચોરી કરી અને અન્ય પૈસા મિત્રો પાસેથી મેળવી 600 ટિકિટ ખરીદી હતી અને એક ટિકિટ 18 થી 20 હજારમાં વેચતો હતો. જે થકી લાખો રૂપિયા મેળવ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં દેખાતા આ યુવકનું નામ છે પ્રદીપ ઠાકોર. આ આરોપી ગોતા ની સિલ્વર ઓક કોલેજ માં અભ્યાસ કરે છે. ભારત પાકિસ્તાન ની મેચની ટિકિટો નકલી મેળવીને તેને અસલ તરીકે બતાવી લાખો રૂપિયા કમાઈ ચુક્યો છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ખાનપુર લેમન ટ્રી હોટેલ પાસેથી રિવરફ્રન્ટ જવાના રોડ પર નકલી ટિકિટો સાથે અમુક શખ્સો ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે પ્રદીપ ઠાકોર અને કાયદાના સંઘર્ષમાં આવતા એક કિશોરની અટકાયત કરી હતી. આરોપી ઓની તપાસ કરતા સગીર બંને પાસેથી 23 ટિકિટો મળી આવી હતી.
પકડાયેલો આરોપી પ્રદીપ ઠાકોર અને સગીર બંને મિત્રો છે. અમદાવાદ ની ભારત પાકિસ્તાન મેચ ની જાહેરાત થયા બાદ આરોપી ઓને તેઓ ના મિત્રો ટિકિટ ની પૂછપરછ કરતા હોવાથી તેઓ એ અન્ય મિત્ર વિકી ચૌહાણ નો સંપર્ક કર્યો હતો. વિકીએ 5 લાખ રૂપિયામાં 600 ટિકિટ આપવાનું નક્કી કરતા પ્રદીપ ઠાકોરે પોતાના ઘરમાંથી જ 4 લાખ રૂપિયાની ચોરી કરી હતી અને બાકીના એક લાખ રૂપિયા મિત્રો પાસેથી એક લાખ રૂપિયા લઈને 600 ટિકિટ ખરીદી હતી. વિકીએ પ્રદીપ ને એક સીમકાર્ડ આપ્યો હતો અને તેના થકી પ્રદીપ ઠાકોરે પોતાનું નામ કબીર તરીકે દર્શાવી ટિકિટનું વેચાણ શરૂ કર્યું હતું. તેણે ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ખાતે 500 થી વધુ ટિકિટો વેચી હતી.
પ્રદીપ ઠાકોરે એક હજાર માં ખરીદેલ એક ટિકિટ જેમાં 4500 અને 6000 કિંમત લખેલી હોય તે ટિકિટ 18 થી 20 હજાર રૂપિયામાં વેચી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી ટિકિટો વેચતા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરતા પ્રદીપ ઠાકોરે તેની પાસે રહેલી અમુક ટિકિટો સળગાવી નાખી હતી. કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરે ટિકિટ વેચાણથી મેળવેલા પૈસાથી દોઢ બે લાખની કિંમતની સ્પોર્ટ્સ મોટર સાયકલ ખરીદી હતી. હાલ તો આ કેસમાં ઝડપાયેલા આરોપી સાથે ગુનામાં સામેલ મુખ્ય આરોપી વિકી ચૌહાણ ની શોધખોળ પોલીસે શરૂ કરી છે.