વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024- સીએમ  ભુપેન્દ્ર પટેલે મુંબઈમાં બેઠક કરી

0
277
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024- સીએમ  ભુપેન્દ્ર પટેલે મુંબઈમાં બેઠક કરી
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024- સીએમ  ભુપેન્દ્ર પટેલે મુંબઈમાં બેઠક કરી
cm 2

આગામી જાન્યુઆરી-2024માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે આજે દેશની આર્થિક રાજધાની મુંબઈ ખાતે વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણ વધે અને રાજ્યને રોજગારી ઉપરાંત આર્થીક સમૃદ્ધિ વધે તે  અંતર્ગત  સીએમ  ભુપેન્દ્ર પટેલે  ભારતની પ્રાઈવેટ સેક્ટરની અગ્રણી કંપનીઓ સાથે વન ટુ વન બેઠક કરી. દેશના અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક કરી . જે અંતર્ગત Procter Gamble કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એલ. વી. વૈદ્યનાથન સાથે બેઠક કરી.  વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તેમની કંપનીના રોકાણ , રાજ્યમાં ઉદ્યોગપતિઓને ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારની પોલીસી દ્વારા લાભ અપાયછે તે જાણકારી આપી . સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે P&G એ કાચા માલથી માંડીને રિટેલ વેપારી સુધી તેની કામગીરી અને સપ્લાય ચેઇનમાં નેટ ઝીરો ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, ત્યારે રાજ્યમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિવિધ અવસરો અંગે તેમની સાથે ચર્ચા કરી, તેમજ રાજ્યની આત્મનિર્ભર યોર્જના અંતર્ગત મળતા પ્રોત્સાહનોની રૂપરેખા આપી.

સીએમ ભુપેન્દ્ર પટેલે L&T કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એસ. ઈન. સુબ્રમણ્યન સાથે મુલાકાત કરી. તેમની સાથે ગાંધીનગરના GIFT સિટી ખાતે ઉપલબ્ધ મૂડીરોકાણના અવસરો અંગે ચર્ચા કરી, તેમજ રાજ્ય સરકારની IT નીતિ અંર્તગત ઉદ્યોગગૃહોને મળતા વિવિધ લાભ તેમજ આત્મનિર્ભર યોજના અંતર્ગત મળતા પ્રોત્સાહનો અંગે જાણકારી આપી. જાન્યુઆરી-2024માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે ઉપરાંત ITC Corp Com ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી સાથે મુંબઈ ખાતે બેઠક કરી. તેમની સાથે લાઈફ સાયન્સ, ફૂડ પ્રોસેસિંગ સહિતના ટેક્નોલોજી આધારિત ક્ષેત્રોમાં વિકાસના અવસરો અંગે ચર્ચા કરીને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મુંબઈ ખાતે Bank of America ના પ્રેસિડન્ટ અને કન્ટ્રી હેડ કાકુ નખાતે સાથે મુંબઈ ખાતે બેઠક કરી. તેમની સાથે નાણાકીય ક્ષેત્રે ગુજરાતમાં ઉપલબ્ધ તકો તેમજ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સહિતની બાબતો અંગે ચર્ચા કરી. 

મુંબઈ ખાતે આદિત્ય બિરલા ગ્રુપના  કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડન્ટ સુનિલ બજાજ સાથે બેઠક કરી. તેમની સાથે ધોલેરા ખાતે ઉપલબ્ધ ગ્રીનફિલ્ડ ઈન્વેસ્ટમેન્ટના અવસરો, આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ મેગા ઈન્ડસ્ટ્રીઝને મળતા પ્રોત્સાહનો તેમજ ગુજરાતમાં પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઈલ રિજિયન અને એપરલ પાર્કના વિકાસ અંગે ચર્ચા કરી. ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગૃપ પ્રેસિડન્ટશ્રી રાકેશ સ્વામી સાથે મુંબઈ ખાતે બેઠક કરી. તેમની સાથે ગુજરાતમાં રીઅલ એસ્ટેટ સેક્ટર તેમજ ટુરિઝમ સેક્ટરમાં રહેલી તકો અંગે ચર્ચા કરી હતી. મુંબઈ ખાતે કેમસ્ટ્રોલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કે. નંદકુમાર સાથે બેઠક કરી. તેમની સાથે મેગા ઈન્ડસ્ટ્રીઝને સહાય માટે ગુજરાતની આત્મનિર્ભર યોજનાના વિવિધ પાસાઓ અંગે તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે નવીન ટેક્નોલોજીમાં મૂડીરોકાણ સહિતની બાબતો પર ચર્ચા કરી.

મુંબઈ ખાતે કોટક બેંક ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ દિપક ગુપ્તા સાથે મુંબઈ ખાતે બેઠક કરી. તેમની સાથે ગુજરાતમાં ડિજિટલ બેંકિંગના અવસરો તેમજ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી હેઠળ કંપની દ્વારા હાથ ધરાયેલ વિવિધ પહેલ અંગે ચર્ચા કરી. મુંબઈ ખાતે ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન એન. ચંદ્રશેખરન સાથે મુલાકાત કરી. ટાટા ગ્રુપ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જીમાં ભારે મૂડીરોકાણ માટે ઉત્સુક છે ત્યારે તેમની સાથે રાજ્યની ઈવી પોલિસી, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ટેક્નોલોજી આધારિત વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણની તકો અંગે ચર્ચા કરીને રાજ્યમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું.વિશ્વની સૌથી ઝડપથી વિકસતી કૃષિ-ઇનપુટ કંપનીઓમાંની એક UPL Ltd કંપનીના ચેરમેન અને ગ્રુપ સીઈઓ જય શ્રોફ સાથે મુંબઈ ખાતે મુલાકાત કરી. તેમની સાથે કૃષિ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ સહિતના ક્ષેત્રોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અંગે ચર્ચા કરી.

cm 4

આપને જણાવી દઈએ કે આગામી જાન્યુઆરી-2024માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અનેક કંપનીઓ સાથે MOU કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઉદ્યોગ જગત ને વેપાર, ઉત્પાદન અને તેના દ્વારા રાજ્યના યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે દરવર્ષે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવે છે.