યુપી, બિહાર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ બાળ તસ્કરી ના કેસ, દિલ્હીમાં 68%નો રેકોર્ડબ્રેક વધારો

0
294
બાળ તસ્કરી
બાળ તસ્કરી

ભારતના કેટલાક રાજ્યમાં બાળ તસ્કરી ની ઘટના અવાનવાર સામે આવતી હોય છે. બાળ તસ્કરી મામલે જો 2016 થી 2022 ની વચ્ચેની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, બિહાર અને આંધ્ર પ્રદેશનો ટોચના ત્રણ રાજ્યોમાં સમાવેશ થાય છે. જ્યારે દિલ્હીમાં કોરોના સમયગાળા પહેલાની સરખામણીએ પછીના સમયમમાં બાળ તસ્કરી ના વધુ કેસ નોંધાયા છે. આ કેસોમાં લગભગ 68 ટકા જેટલો વધારો નોંધાયેલ છે. એક NGO દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ માહિતી સામે આવી છે.

બાળ તસ્કરીમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને આંધ્ર પ્રદેશ ટોચના સ્થાને 

આ આંકડા ‘ભારતમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગઃ ઇન્સાઇટ ફ્રોમ સિચ્યુએશનલ ડેટા એનાલિસિસ એન્ડ નીડ ફોર ટેક-ડ્રિવન ઇન્ટરવેન્શન સ્ટ્રેટેજી’ નામના વ્યાપક અહેવાલમાં બહાર આવ્યા છે. આજે ‘વર્લ્ડ હ્યુમન ટ્રાફિકિંગ પ્રિવેન્શન ડે’ના અવસર પર આ ડેટા જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં દેશમાં બાળ તસ્કરીની ચિંતાજનક સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર અને આંધ્ર પ્રદેશ ટોચના ત્રણ રાજ્યો છે જ્યાં 2016 થી 2022 વચ્ચે સૌથી વધુ બાળકોની તસ્કરી થઈ હતી.

જયપુર શહેર બાળકોની તસ્કરીમાં ટોચ પર 

જો જિલ્લાઓમાં વાત કરવામાં આવે તો બાળકોની તસ્કરીના સંદર્ભમાં જયપુર શહેર ટોચ પર છે, જ્યારે યાદીમાં ટોચના ચાર સ્થળોમાં રાજધાની દિલ્હીના વિસ્તારોનો સમાવેશ થાય છે.

બચાવ થયેલા બાળકોમાં 80 ટકા 13 થી 18 વર્ષની વયજૂથના 

2016 થી 2022 ની વચ્ચે 21 રાજ્યોના 262 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલો અભ્યાસ, બાળકોની હેરફેરના વર્તમાન વલણો અને પદ્ધતિઓ પર વ્યાપક માહિતી પ્રદાન કરે છે. અભ્યાસ મુજબ, આ સમયગાળા દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા 13,549 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બચાવી લેવામાં આવેલા 80 ટકા બાળકો 13 થી 18 વર્ષની વયજૂથના છે, જ્યારે 13 ટકા નવથી 12 વર્ષની વયજૂથના છે અને બે ટકા નવ વર્ષથી ઓછી ઉંમરના છે.

વિવિધ રાજ્યોમાં બાળ તસ્કરીના કેસોમાં નોંધપાત્ર વધારો

અહેવાલમાં જાણવામાં આવ્યું હતું કે, બાળ તસ્કરીએ વિવિધ વય શ્રેણીના બાળકોને અસર કરી છે, જેના કારણે તે એક વ્યાપક મુદ્દો બની ગયો છે. રિપોર્ટ અનુસાર, વિવિધ રાજ્યોમાં બાળ તસ્કરીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, સાથે જ ઉત્તર પ્રદેશમાં બાળ તસ્કરીના કેસોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.