હનુમાનજીના અપમાનનો વિવાદ વકર્યો! કરણી સેના મેદાનમાં, આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ

0
123
હનુમાનજી
હનુમાનજી

ભીંત ચિત્રોને લઈને સાધુ-સંતો બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને છે. કરણી સેનાના રાજ શિખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.સાળંગપુર વિવાદનો સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ભીંત ચિત્રોને લઈને સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને આવી છે. કરણી સેનાના રાજ શેખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. 4 સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે.

ભીંત ચિત્રોને લઈને સાધુ-સંતો બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને છે. કરણી સેનાના રાજ શિખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. 4 સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે. આ અલ્ટીમેટમની અસર કેટલી થશે, તે 24 કલાક પછી ખબર પડશે,

બીજી બાજુ હજી સાળંગપુરની ઘટના ઠંડી પડી નથી ત્યાં તો બોટાદમાં સ્વામિનારાયણ મંદિરના પરિષદમાં મુકેલ એક વિવાદિત ચિત્ર સામે આવ્યું છે. જેમાં હનુમાનજી દાદા એક પાત્રમાં ફળફળાદી આપતા દર્શાવ્યા છે. ઘણા દિવસથી ચાલી રહેલ સાળંગપુર ભીંત ચિત્ર વિવાદ વધુને વધુ ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યું છે. 4 સપ્ટેમ્બરના રોજ સુરતથી કરણી સેનાના સમર્થનમાં સાધુ સંતો અને સનાતન ધર્મના આગેવાનો સાળંગપુર જવા રવાના થનાર છે.  સાથે અલ્ટીમેટમ પણ આપ્યુ છે,

શું છે સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છેકે, બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાના ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘુમ થઈ ગયા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. ત્યારે આ અલ્ટીમેટમ આપવામા આવ્યુ છે