વિપક્ષી પાર્ટીઓએના સંગઠનનું નામ નક્કી- શિમલામાં થશે જાહેરાત

0
175

બિહારની રાજધાની પટનામાં 23 જૂને 15 વિપક્ષી પાર્ટી ઓની બેઠક સફળ થયા હોવાના દાવા થઇ રહ્યા છે, ત્યારે ભાજપના વિવિધ નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે,  આ બેઠકમાં ભાજપ વિરોધી ઘણા દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે 15 વિપક્ષી પાર્ટી ઓની એકતા આગામી સમયમાં પણ યથાવત્ રહેશે અને આગામી દિવસોમાં આ નવા ગઠબંધનની રૂપરેખા નક્કી કરવામાં આવશે,  બિહાર ના પટનાની બેઠક સફળ થયા બાદ બીજી બેઠક શિમલામાં યોજવાની જાહેરાત કરાઈ હતી. જોકે આ બિહાર માં જે બેઠક યોજાઈ તેની જ કેટલીક બાબતો બહાર આવી રહી છે. વાસ્તવમાં CPIના મહાસચિવ ડી.રાજાના જણાવ્યા અનુસાર નવા ગઠબંધનનું નામ નક્કી થઈ ગયું છે. ડી.રાજાના જણાવ્યા અનુસાર 15 વિપક્ષી પાર્ટીઓના આ ગઠબંધનનું નામ પેટ્રિયોટિક ડેમોક્રેટીક અલાયન્સ એટલે કે પીડીએ રહેશે,, વિપક્ષી પાર્ટીઓ હવે નામોને લઇને સમ્મત થયા હોવાની વાત સામે આવી રહી છે,

વિપક્ષી પાર્ટીઓમાં બંધાઇ નવી આશા

બિહારની રાજધાની પટનામાં 23 જૂને વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાયા બાદ ધીમે ધીમે નવી નવી માહિતીઓ સામે આવી રહી છે. આ મોટી બેઠકમાં ભાજપ વિરોધી ઘણા દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ મોટા દાવા પણ કરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે 15 વિપક્ષી પાર્ટીઓની એકતા આગામી સમયમાં પણ યથાવત્ રહેશે અને આગામી દિવસોમાં આ નવા ગઠબંધનની રૂપરેખા નક્કી કરવામાં આવશે, જેની સંપૂર્ણ માહિતી શિમલામાં યોજાનારી બેઠકમાં આપવામાં આવશે. જો કે હાલમાં નવા ગઠબંધનના નામને લઈને મોટો ખુલાસો થયો છે.

શિમલામાં થશે ગઠબંધનના નામનો ખુલાસો

પટણામાં યોજાઈ બેઠક બાદ તમામ વિપક્ષોએ એકતા બતાવી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તમામ પક્ષો એક હોવાનું જણાવ્યું હતું. પટણાની બેઠક સફળ થયા બાદ બીજી બેઠક શિમલામાં યોજવાની જાહેરાત કરાઈ હતી. જોકે આ બેઠક યોજાઈ તે પહેલા જ કેટલીક બાબતો બહાર આવી રહી છે. વાસ્તવમાં CPIના મહાસચિવ ડી.રાજાના જણાવ્યા અનુસાર નવા ગઠબંધનનું નામ નક્કી થઈ ગયું છે. ડી.રાજાના જણાવ્યા અનુસાર 15 વિપક્ષી પાર્ટીઓના આ ગઠબંધનનું નામ PDA હશે.

ભાજપને સત્તા પરથી હટાવવાનો સંકલ્પ

આ દરમિયાન તેમણે કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના આમંત્રણ પર 23 જૂને બોલાવવામાં આવેલી દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં હાજર 15 રાજકીય પક્ષોએ એક થઈને આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે અને ભાજપ-સંઘ મુક્ત ભારત નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે, જે આવકારદાયક પગલું છે. આગામી બેઠક જુલાઈના પહેલા પખવાડિયામાં શિમલામાં યોજાવાની છે. શિમલામાં યોજાનાર બેઠકમાં રાષ્ટ્રીય વિપક્ષી એકતાની પ્રક્રિયાને નવી ઊંચાઈ આપતા એક દેશભક્તિ લોકતાંત્રિક ગઠબંધન (PDA)ને તમામ પૂર્વજરૂરીયાતો પૂરી કરીને નક્કર સ્વરૂપ આપવામાં આવશે.