ગાઝા પર ‘મોતનો વરસાદ’, જાણો કેવી રીતે ફોસ્ફરસ બોમ્બ ઓક્સિજન સાથે ભળી સર્જે છે વિનાશ

2
190
Phosphorus bomb
Phosphorus bomb

Phosphorus bomb : પેલેસ્ટાઈન સંગઠન હમાસ (Israel Palestine Conflict) દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ ઈઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. 7 ઓક્ટોબરના રોજ વહેલી સવારથી દ્વારા ઈઝરાયેલના અનેક શહેરો પર હુમલો કરવામાં આવ્યો. આજની સ્થિતિમાં ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના ફાઈટર પ્લેન દ્વારા બોમ્બમારો (Phosphorus bomb) કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, ઈઝરાયેલ દ્વારા હુમલામાં ખતરનાક સફેદ ફોસ્ફરસ બોમ્બ (Phosphorus bomb)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. 

આખરે શું છે ફોસ્ફરસ બોમ્બ (Phosphorus bomb) :
ફોસ્ફરસ એક એવું રસાયણ છે, તજેની ખરીદી પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તેમાંથી તૈયાર થતા બોમ્બના ઉપયોગ અંગેના અનેક નિયમો છે. ફોસ્ફરસએ નરમ પાવડરવાળો રસાયણ છે. જ્યારે તે ઓક્સિજનના સંપર્કમાં આવે છે ત્યારે તે ઝડપથી બળવા લાગે છે. તેનામાંથી લસણ જેવી ગંધ તીવ્ર આવે છે. આ જ કારણ છે કે તેમાંથી તૈયાર બોમ્બ આગ ઝડપથી ફેલાવે છે.

ફોસ્ફરસ બોમ્બ શોધ કોણે કરી?
એવું માનવામાં આવે છે કે સફેદ ફોસ્ફરસનો ઉપયોગ સૌપ્રથમ 19મી સદીમાં ફેનિયન (આઇરિશ રાષ્ટ્રવાદી) દ્વારા અગ્નિ ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધ I દરમિયાન 1916 ના અંતમાં બ્રિટિશ આર્મી દ્વારા ફેક્ટરીમાં બનાવેલ સફેદ ફોસ્ફરસ ગ્રેનેડ રજૂ કરવામાં આવ્યો હતો.

કેટલું જોખમી છે ફોસ્ફરસ?
ફોસ્ફરસનું તાપમાન 800 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ છે. જ્યારે તેનો વિસ્ફોટ થાય છે, ત્યારે તેના કણો દૂર સુધી ફેલાય છે. જો તે શરીર સુધી પહોંચે છે અથવા તેના સંપર્કમાં આવે છે, તો તે વ્યક્તિને મારી પણ શકે છે. તેનો ધુમાડો વ્યક્તિને ગૂંગળાવી નાખે છે. આ જ કારણ છે કે તેના ધુમાડામાં ફસાયેલા લોકોના મોત થાય છે. ફોસ્ફરસ ત્વચાના આંતરિક પેશીઓને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે. ફોસ્ફરસ શરીરના આંતરિક અવયવોને પણ નુકસાન પહોંચાડે છે.

સફેદ ફોસ્ફરસ અંગેના આંતરરાષ્ટ્રીય નિયમો શું છે?
સફેદ ફોસ્ફરસને લગતા આંતરરાષ્ટ્રીય નિયમો પણ છે. આ નિયમો 1977માં જીનીવા સંમેલનમાં બનાવવામાં આવ્યા હતા. સામાન્ય લોકોની હાજરીમાં ફોસ્ફરસના ઉપયોગ પર પ્રતિબંધ છે. આમ કરવાથી તે રાસાયણિક હથિયાર તરીકે ગણવામાં આવશે. પરંતુ તેનો ઉપયોગ યુદ્ધમાં કરી શકાય છે. કેમિકલ વેપન્સ કન્વેન્શન હેઠળ ફોસ્ફરસને રાસાયણિક હથિયાર તરીકે વર્ગીકૃત કરવામાં આવતું નથી.

કાયદો જણાવે છે કે જો ભીડભાડવાળા વિસ્તારમાં ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવશે તો તે રાસાયણિક હથિયાર તરીકે ગણવામાં આવશે. આ જ કારણ છે કે રશિયાની કાર્યવાહી બાદ તેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જ્યારે સફેદ ફોસ્ફરસને હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે લક્ષ્યો પર આગ વરસાવી શકે છે, આડેધડ નુકસાન પહોંચાવા તે સક્ષમ છે. તેથી, નાગરિકોની નજીક ફોસ્ફરસનો ઉપયોગ કરવો તે ગેરકાયદેસર છે.

રશિયા પર યુક્રેનમાં ફોસ્ફરસ બોમ્બ છોડવાનો આરોપ :

લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ હજુ નિર્ણાયક બિંદુએ પહોંચ્યું નથી. રશિયાએ યુક્રેન પર અનેક રીતે હુમલો કર્યો છે. આ ક્રમમાં હવે યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ તેના શહેર બખ્મુત પર ફોસ્ફરસ બોમ્બ ફેંક્યો છે. વાયરલ થયેલા ડ્રોન ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે ફોસ્ફરસ બોમ્બે શહેરમાં હંગામો મચાવ્યો હતો. 

ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ ક્યારે થયો હતો?
રશિયા-યુક્રેન યુદ્ધ, ઇરાક યુદ્ધ, આરબ-ઇઝરાયેલ સંઘર્ષ જેવા આધુનિક યુદ્ધોમાં ફોસ્ફરસ બોંબ વપરાયો હતો. 1916માં પ્રથમ વિશ્વ યુદ્ધના અંતમાં સફેદ ફોસ્ફરસ ગ્રેનેડ બ્રિટિશ આર્મી દ્વારા વાપરવામાં આવ્યો હતો.

દેશ, દુનિયા અને અન્ય સમાચાર માટે – ક્લિક કરો અહી –

જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો દિવાળી બગડશે ! જાણો ઈઝરાઈલ -હમાસની અસર

ઈઝરાયેલ સૈન્યમાં સામેલ 2 ગુજરાતી દીકરીઓ હમાસ આતંકવાદીઓને આપી રહી છે મુહ તોડ જવાબ

હમાસ (Hamas) શું છે? સશસ્ત્ર પેલેસ્ટિનિયન જૂથ માટે એક સરળ સમજુતી

જાણો હથિયારોના મામલે ઇઝરાઇલના મુકાબલે હમાસ કેટલું તાકાતવર

2 COMMENTS

Comments are closed.