મોંઘવારીથી પીડાતા લોકોને વધુ એક ઝટકો, ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો, મોંઘી બની ગરીબોની કસ્તુરી

0
72
ડુંગરી
ડુંગરી

દેશમાં તાજેતરમાં ટામેટા ના ભાવ આસમાને પહોંચી ગયા હતા. સસ્તા માં મળતા ટામેટા ના ભાવ 150થી લઈને 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. જેના કારણે ખાદ્ય ફુગાવામાં પણ વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ સરકારી એજન્સીઓ દ્વારા લોકોને સસ્તા ભાવ ટામેટા ઉપલબ્ધ કરાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો ની અંદર આવી ગયા છે. પરંતુ હવે ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે. ત્યારે પ્રતિ કિલો ડુગળી મોંધી થવા જઇ રહી છે

ડુંગળીના ભાવમાં કિલો દીઠ 10-15 રૂપિયાનો વધારો
ટામેટા બાદ હવે ડુંગળીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલ ડુંગળી કિલો દીઠ 10-15 રૂપિયા મોંઘી વેચાઈ રહી છે. સામાન્ય રીતે જે ડુંગળી 20-25 રૂપિયા કિલો વેચાય છે તે હાલમાં 30-40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. જો કે ડુંગળીના વધતા ભાવ સામે કેન્દ્ર સરકારે આગોતરું આયોજન હાથ ધર્યું છે. ડુંગળી વિદેશમાં નિકાસ ન થાય તે માટે 40 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.

કેમ અચાનક વધવા લાગ્યા ડુંગળીના ભાવ?
રાજ્યમાં જૂન અને જુલાઈ મહિનામાં ખુબ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. બીજીતરફ માર્કેટમાં ડુંગળીની સામાન્ય માંગ યથાવત રહેતા ડુંગળીની માંગ અને પુરવઠા વચ્ચે અછત સર્જાય છે. ડુંગળીની આવક ઘટવાને કારણે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 

સૌરાષ્ટ્રમાંથી આવતી ડુંગળીની આવક ઝીરો
સામાન્ય રીતે ગુજરાતમાં ડુંગળી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી પહોંચે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, જામ જોધપુર, ધોરાજીથી આવતી ડુંગળીના પાકને નુકશાન થતા આવકમાં ઘટાડો થયો છે. પરિણામે હાલ રસોડા સુધી જે ડુંગળી પહોંચી રહી છે તે મહારાષ્ટ્રના સાકરી, ધુલીયા, પિમ્પલનેર, નાસિક અને પુનાથી ડુંગળીની આવક આવી રહી છે. આ સિવાય મધ્યપ્રદેશથી પણ ડુંગળી આવી રહી છે. પરિણામે ટ્રાન્સપોર્ટ અને અન્ય ખર્ચ વધતા તા તેની સીધી ડુંગળીના ભાવ પર પડી છે. 

લોકોના રસોડાનું બજેટ ખોરવાયું
પહેલા ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા. ટામેટા એટલા મોંઘા થઈ ગયા હતા કે અનેક લોકોની થાળીમાંથી ગાયબ થઈ ગયા હતા. મોંઘા ટામેટા લેવાનું લોકો ટાળી રહ્યાં હતા. હવે ડુંગળી મોંઘી થઈ રહી છે. એટલે કે ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ મુશ્કેલ બની રહ્યું છે. ખાદ્ય પદાર્થમાં ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડતી હોય છે. એટલે જરૂરી વસ્તુના ભાવ વધવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.