દેશમાં વાઘની સંખ્યામાં વધારો, જાણો ક્યા રાજ્યમાં છે સૌથી વધારે વાઘ,બિહાર કરતા પણ ઓછા વાધ છે ગુજરાતમાં

0
306
વાઘ
વાઘ

દેશમાં 19.42 ટકાના દરે વાઘ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને જોતા અત્યારે 715 વાઘ નો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં 785 વાઘ ની સંખ્યામાં વધારા સાથે પહેલા ક્રમે આવે છે, તો 563 વાઘના વધારા સાથે કર્ણાટક બીજા સ્થાન પર છે અને 560 વાઘના વધારા સાથે ઉત્તરાખંડ ત્રીજા નંબર પર આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તરાખંડમાં 118 વાઘનો વધારો થયો છે.  ઉત્તરાખંડમાં વાઘોની વધતી જતી સંખ્યાના અનુમાન પર તે કર્ણાટકથી આગળ વધી જાય તેમ છે. 

અહીં વાઘની કુલ સંખ્યા 646 થી વધીને 819 પર પહોચી ગઈ છે

કોર્બેટ પાર્કમાં શનિવારે કેન્દ્રીય પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી અશ્વની ચોબેએ ગ્લોબલ ટાઈગર ડે પર નેશનલ ટાઈગર ઈન્સ્ટિટ્યૂટ ઓથોરિટી (NTCA) દ્વારા કરવામાં આવેલ ગણતરી 2022 જાહેર કરી હતી. તેને પાંચ અલગ અલગ લેન્ડસ્કેપ્સમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. શિવાલિકના પહાડો અને ગંગાના મેદાની લેન્ડસ્કેપમાં બિહાર, ઉત્તરાખંડ અને યુપીનો સમાવેશ થાય છે. અહીં વાઘની કુલ સંખ્યા 646 થી વધીને 819 પર પહોચી ગઈ છે. 

21.20 ના દરે ના અહીં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચાર લેંડસ્કેપમાંથીમાત્ર સેન્ટ્રલ ઈન્ડિયન હાઈલેન્ડ અને ઈસ્ટર્ન ઘાટના લેન્ડસ્કેપ્સમાં વાઘ શિવાલિકથી વધારે છે. અહીં 28.22 ટકા વાઘ વધ્યા છે. આ વિસ્તારમાં આંધ્રપ્રદેશ, તેલંગાના, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિસા અને રાજસ્થાન રાજ્ય આવે છે..

આ વખતે વાઘ વધવાનો દર આ રહ્યો હતો

2006 થી 2022 સુધી વાઘની સંખ્યામા વધારો વહીવટીતંત્ર માટે સુખદ રહ્યો હતો.પરંતુ 2018 થી 2022 સુધીમાં વાઘની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. તે ખૂબ નિરાશાજનક હતો. 2006 થી 2018ના આ સમય દરમ્યાન વાઘની સંખ્યા 14 ટકા વધારો જોવા મળ્યો હતો. જ્યારે 2010 થી 2014 સુધીમાં વાઘની સંખ્યામાં લગભગ 13.50 ટકાના દરે વધારો થયો હતો. 2014 થી 2018 સુધી વાઘની સંખ્યા સંખ્યામાં સૌથી વધારે 14.30 ટકાના દરે વધારો થયો હતો. પરંતુ 2018 થી 2022 ની વચ્ચે માત્ર 3 ટકાનો વધારો થયો છે.

રાજ્ય પ્રમાણ આ મુજબ છે વાઘની સંખ્યા

રાજ્ય               2018                2022

મધ્યપ્રદેશ                    526                           785

કર્ણાટકા                        524                           583

ઉત્તરાખંડ                      442                           560

મહારાષ્ટ્ર                      312                           444

તમિલનાડુ                    264                   306

રાજ્ય                2018                 2022

આસામ                        190                          227

ઉત્તરપ્રદેશ                    173                          205

રાજસ્થાન                     69                            88           

આંધ્રપ્રદેશ                    48                            63

બિહાર                          31                            54