હાર્ટએટેકને રોકવા આરોગ્ય વિભાગ એક્શનમાં, ગરબા આયોજકો માટે બહાર પાડશે માર્ગદર્શિકા

0
253
ગરબા
ગરબા

આરોગ્ય વિભાગની આ માર્ગદર્શિકા ગુજરાતના 8 કોર્પોરેશન અને 157 નગરપાલિકા વિસ્તાર માટે ખાસ અમલી રહેશે. ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરોમાં ખાસ સૂચનાઓ આપવામા આવશે .હાર્ટ એટેકના રાજ્યમાં વધી રહેલા કિસ્સાને કારણે હવે સરકાર પણ ચિંતિત બની છે. નવરાત્રિ માં આવા બનાવો ન વધે તે માટે નવરાત્રિમાં આરોગ્ય વિભાગ ખાસ માર્ગદર્શિકા બહાર પાડશે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસો વધતા ખાસ માર્ગદર્શિકામાં સલાહ સૂચનો કરવામાં આવશે. જેમાં નવરાત્રિના આયોજકોએ આ વર્ષે મેડિકલ કીટ ફરજિયાત પણે રાખવી પડશે.

આરોગ્ય વિભાગની આ માર્ગદર્શિકા ગુજરાતના 8 કોર્પોરેશન અને 157 નગરપાલિકા વિસ્તાર માટે ખાસ અમલી રહેશે. ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરોમાં ખાસ સૂચનાઓ આપવામા આવશે. માર્ગદર્શિકા મુજબ, ગરબાના સ્થળની નજીક 108ના પોઇન્ટ ગોઠવવામાં આવશે.  CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવામાં આવશે. હોસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચના આપવામાં આવશે. ભાજપના ડોકટર સેલના હોદ્દેદારો અને કાર્યકરો પણ ગરબા સ્થળે હજાર રહેશે. 

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણાવાયું કે, આગામી સમયમાં નવરાત્રી મહોત્સવ શરૂ થનાર છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન રાજ્યના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રધ્ધાળુ અને ભક્તો દ્વારા ઠેર-ઠેર માતાજીનાં રાસ-ગરબાનું આયોજન થતું હોય છે, જેમાં અમુક જગ્યાએ ખુબ મોટા પાયે, ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકસાથે રાસ-ગરબા રમી શકે તે મુજબનું આયોજન કરવામાં આવતું હોય છે. આમ, સદર મોટા નવરાત્રી આયોજનનાં સ્થળોએ ગરબાના સમય દરમિયાન નાગરિકોના આરોગ્યને લગતા કોઇ પ્રશ્નો ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં ત્વરીત સારવાર મળી રહે તે હેતુથી મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે કાર્યક્રમ સ્થળે ઉપલબ્ધ કરાવવા અને નજીના આરોગ્ય કેન્દ્રો / હોસ્પિટલ ખાતે સારવાર માટે તબીબો સહિતની સુવિધા રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રહે તે ખાસ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા. 

ખેલૈયાઓે મહત્વના સૂચનો 

  • નિયમીત એક્સરસાઇઝ ન કરતા 40 વર્ષથી વધારેની ઉંમરના ખેલૈયાઓના પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી 
  • પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી
  • ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો થાય, ઉલ્ટી થાય , પરસેવાની સાથે ગભરામણ થાય, મુંઝારો થાય, શ્વોસોસ્વાસની તકલીફ થાય તો ગરબા રમાવાનુ બંધ કરી શાંતીથી બેસવું  
  • ખેલૈયાઓ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવે
  • ગરબા રમતી વખતે વારંવાર લીંબુ પાણી અને જ્યુસ પીવો
  • કેળું, નારીયેળ પાણી સહિત પોટેશિયમ અને મેગ્નેશીયમ વાળું ખોરાક લેવો
  • ભરપેટ ખોરાક લીધા બાદ ગરબા ના રમવા
  • ગરબાના સ્થળે પ્રાથમિક સારવાકની સુવિધા સાથે ડોક્ટરને ફરજ પર રાખવા
  • જો કોઇ બિમારી હોય તો નજીકના લોકોને અગાઉથી જાણ કરવી જેથી સ્વાસ્થ્યની તકલીફ થાય તો મદદ મળી શકે
  • આયોજન સ્થળની નજીકની હોસ્પીટલ સાથે ઔપચારીક જોડાણ કરવુ જેથી કોઇ ઘટના બને તો હોસ્પીટલને જાણ કરી શકાય
  • ગરબા સ્થળે હાજર સપોર્ટ સ્ટાફ , સુરક્ષાકર્મી, અન્ય લોકોને CPRની ટ્રેનિંગ આપવી

સાથે જ નવરાત્રિ દરમિયાન નિયમિત દવા લેવી અને ડોક્ટરોની સલાહ મુજબ ગરબા રમવા. ખેલૈયાઓએ ગરબા પહેલાં ઇકો અને ટીએમટી રીપોર્ટ કરાવવા સલાહ આપી છે.