ગુજરાત પર ત્રાટકશે ચક્રવાત બિપરજોય- જાણો ક્યાં અને કઇ તારીખે

0
430

ચક્રવાત વિપજોય ગુજરાત ઉપર ત્રાટકશે

કચ્છમાં થશે લેન્ડ ફોલ

125 કિમી થી 135 કિમી પ્રતિકલાક ફુંકાશે પવન

ચક્રવાત વિપરજોય ગુજરાત સાથે ટકરાશે તે વાત હવે નક્કી થઇ ગઇ છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા મળેલી બેઠક પુર્ણ થઇ છે,,ત્યારે હવામાન વિભાગના ડીરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુ છેકે 14 અને 15 જુને ભારે વરસાદની સંભાવના છે.. રાજકોટ,પોરબંદર અને મોરબીમાં વરસાદની શકયતા રહેશે, સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે ,કચ્છ અને દ્વારકા અને જામનગર વધુ વરસાદની શકયતા વ્યક્ત કરાઇ છે, વિપરજોયનો  લેન્ડ ફોલ કચ્છમાં થવાની શકયતા છે, .15 તારીખે બપોરે લેન્ડ ફોલ થવાની સંભાવના છે.. જે 125 થી 135 કિમિ પ્રતિ ઝડપે આવે તેવી સભવાના છે..પરિણામે જરુરી તમામ સતર્કતાઓ રાખવાની તાકીદ કરી દેવાઇ છે,