ગાઝાએ કરેલા રોકેટ હુમલા બાદ ઈઝરાયેલ એ કહ્યું, “અમે યુદ્ધ માટે તૈયાર”

1
156
srael as rockets launched from Gaza
srael as rockets launched from Gaza

ગાઝા તરફથી ઈઝરાયેલ (Israel)પર રોકેટ છોડવામાં આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝાથી ઈઝરાયેલ (Israel)ના ઘણા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હમાસના ઘણા ઉગ્રવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. જો કે હજુ સુધી હમાસે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. ગાઝા તરફથી થયેલા રોકેટ હુમલા બાદ ઈઝરાયેલ (Israel)એ પણ નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “અમે યુદ્ધ માટે તૈયાર છીએ.”

આ હુમલો સવારે સાડા છ વાગ્યાની આસપાસ થયો હતો. લગભગ 40 મિનિટ સુધી સાયરનનો અવાજ સંભળાયો. ઈઝરાયેલે આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગાઝાએ આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે.

ગાઝા તરફથી ઈઝરાયેલ પર આશરે 5 હજારથી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં તહેવારની રજા છે. આવી સ્થિતિમાં, આ પવિત્ર દિવસમાં સવારથી લોકો ઇઝરાયેલ ડિફેન્સ તરફથી રોકેટ પડવાના અને સાયરનનો અવાજ સાંભળી રહ્યા છે. આ હુમલા પર ઈઝરાયેલે પણ આકરી પ્રતિક્રિયા આપી છે.

આ હુમલાને લઈને ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ તરફથી એક પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે કે સવારે સાયરન સાથે થઇ છે, કારણ કે ગાઝા તરફથી આપણા પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. પરંતુ આપણે આપણી જાતને બચાવવા માટે સક્ષમ છીએ.

આગાઉ નેતન્યાહુની જીત બાદ હુમલો થયો હતો :

નોંધનીય છે કે ગત વર્ષે હુમલો નેતન્યાહુ અને તેમના સહયોગીઓએ ઇઝરાયેલની સંસદમાં બહુમતીથી  સરકાર બનાવવા બેઠકો જીત્યા બાદ થયો હતો. ઇઝરાયેલના મીડિયા અનુસાર, તે હુમલા પહેલા નેતન્યાહૂએ જેરુસલેમમાં એક વિજય રેલીમાં ભાષણ દરમિયાન તેમના સમર્થકોને કહ્યું હતું કે અમને મોટો વિશ્વાસ મત મળ્યો છે અને અમે એક વિશાળ જીતની અણી પર છીએ.

તમને જણાવી દઈએ કે ગાઝા તરફથી ઈઝરાયેલ પર આ પહેલો હુમલો નથી. ગત વર્ષે પણ ગાઝાથી ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે, આમાંથી એક હુમલાને ‘આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ’ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. સેનાએ કહ્યું હતું કે ગાઝાથી દક્ષિણ ઇઝરાયેલમાં રોકેટ છોડવામાં આવ્યું હતું, પરંતુ તે તેના લક્ષ્ય સુધી પહોંચતા પહેલા ગાઝા પટ્ટીમાં તોડી પાડવામાં આવ્યું હતું.

દેશ, દુનિયાને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

અમિતાભની દોહિત્રી નવ્યા નંદાનું પેરિસ ફેશન વીક 2023થી મોડેલિંગની દુનિયામાં ડેબ્યુ

Rachin Ravindra (રચિન રવિન્દ્ર) વિશે 6 ફેક્ટસ નહીં સાંભળ્યા હોય, જાણો ભારતીય મૂળના ક્રિકેટર વિશેની વિગતો

વિઝા ફીમાં વધારો કરવામાં આવ્યો,યુ.કે જવું થશે મોંઘું

વ્હાઈટ હાઉસમાંથી ખૂંખાર ડોગ કમાન્ડરને હટાવી દેવામાં આવ્યો

1 COMMENT

Comments are closed.