મહાઠગ કિરણ પટેલને જમ્મુથી અમદાવાદ લવાયો

0
50

મહાઠગ કિરણ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જમ્મુથી ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવ્યા બાદ હવે ક્રાઈમ બ્રાન્ચની કિરણ પટેલને લઈને અમદાવાદ પહોંચી છે. અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ પર સ્થિત ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને લઈને અમદાવાદ પહોંચી છે. કિરણ પટેલની પત્ની માલિની પણ ધરપકડ થઈ ચૂકી છે.  મહત્વનું છે કે, મહાઠગ કિરણ પટેલે સિંધુ ભવન રોડ પર આવેલા જગદીશ ચાવડાના બંગલાને રિનોવેશન કરવાના બહાને પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે કિરણ પટેલ અને પત્ની માલિની વિરૂદ્વ ગુનો નોધાયો હતો.