મંગળવારે કિરણ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે
નારોલ જમીન છેતરપિંડી કેસમાં મહાઠગ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં કિરણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે. હવે આરોપી કિરણ પટેલે કોર્ટમાં જામીન અરજી કરી છે. કિરણે કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી છે, જેના પર મંગળવારે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.



