NCP વડા અજિત પવાર તેમના નવા ચૂંટાયેલા સાંસદ સાથે NDA ની સંસદીય દળની બેઠકમાં હાજરી આપવા માટે બંધારણ ગૃહમાં હાજર છે. આ દરમિયાન, એનસીપી (શરદ પવાર)ના નેતા રોહિત પવારે મોટું નિવેદન આપતા કહ્યું કે, અજિત પવારના ધારાસભ્યો સંપર્કમાં અમારા સંપર્કમાં છે.. વાત ચાલી રહી છે… ઘણા લોકો આવવા તૈયાર છે, પરંતુ વફાદારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

અજિત પગાર ગ્રુપના NCP માં ભંગાણના એંધાણ
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર NCP-SCP નેતા રોહિત પવારે કહ્યું કે, ભાજપે અમારી પાર્ટી તોડી નાખી, અમારા પરિવારને તોડ્યો. જનતાએ હવે તેમને જવાબ આપી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં એનડીએને રાજ્યભરમાં મોટો ઝટકો લાગ્યો છે. ગઠબંધનની બેઠકો ઘટીને 17 થઈ. જેમાં ભાજપે 9 બેઠકો, શિવસેના શિંદે જૂથે 7 બેઠકો અને એનસીપીએ 1 બેઠક જીતી હતી.

તે સૌ કોણ જાણે છે કે, ભત્રીજા અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને એનસીપીના મોટાભાગના ધારાસભ્યોને પોતાની સાથે લીધા અને એનસીપી પોતાનો પક્ષ હોવાનો દાવો કર્યો અને કોર્ટમાં કેસ જીતી પણ ગયા. આ પછી, અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટીને ચૂંટણી પ્રતીક મળ્યું અને એનસીપી મુખ્ય પાર્ટી બની. તે જ સમયે, શરદ પવારની પાર્ટીને એનસીપી (શરદ પવાર) નામ મળ્યું અને ચૂંટણી પ્રતીક બદલાઈ ગયું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો