Madhyapradesh : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે મુખ્યમંત્રી અને મંત્રી પોતાનો ઇન્કમ ટેક્સ જાતે જ ભરશે. અત્યાર સુધી રાજ્યમાં મંત્રી અને મુખ્યમંત્રીનો આવકવેરો સરકાર ચૂકવતી હતી. આવી સ્થિતિમાં આ નિર્ણય એક દાખલો બેસાડવા જઈ રહ્યો છે. જેના કારણે થઇ ને રાજ્યનો આર્થિક બોજ પણ ઘટશે.
Madhyapradesh : આ પહેલા વર્ષ 1972માં મધ્યપ્રદેશ સરકારે મુખ્યમંત્રી અને મંત્રી માટે આવક વેરો ભરવાનો નિયમ બનાવ્યો હતો. હવે 52 વર્ષ પછી ભાજપની મોહન યાદવ સરકારે આ બદલાવ કર્યો છે. કેબિનેટના તમામ મંત્રીઓની સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે કહ્યું કે, હવેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે મંત્રીઓનો આવકવેરો સરકાર નહીં પરંતુ મંત્રીઓ પોતે ભરશે.
Madhyapradesh : નાણાકીય વર્ષ 2023-24 માટે મધ્યપ્રદેશ સરકારે મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ સહિત 35 જનપ્રતિનિધિઓ પાસેથી 79.07 લાખ રૂપિયાનો આવકવેરો વસૂલ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં જ સરકારે મુખ્યમંત્રી અને મંત્રીઓના આવકવેરાના 3.24 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
કેબિનેટની બેઠક બાદ સીએમ મોહન યાદવે કહ્યું કે, તમામ મંત્રીઓ પોતાનો ઇન્કમ ટેક્સ જાતે જ ભરશે. અત્યાર સુધી 1972ના નિયમ મુજબ સરકાર મંત્રીઓ અને સંસદીય સચિવનો આવકવેરો ભરતી હતી, પરંતુ આ નિર્ણય બાદ હવે તમામ મંત્રીઓ પોતાનો ટેક્સ ભરશે.
Madhyapradesh : સરકારના કરોડો રૂપિયાની થશે બચત
Madhyapradesh : રાજ્યમાં મંત્રીઓની સંપત્તિ 18.54 કરોડ રૂપિયા છે. તેમ છતાં રાજ્ય સરકાર તેમનો આવકવેરો ચૂકવી રહી છે. મધ્યપ્રદેશ સહિત દેશમાં 6 રાજ્યો એવા છે જ્યાં મંત્રીઓનો આવકવેરો રાજ્ય સરકાર ચૂકવે છે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો