Madhavi Latha : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી (BJP Candidate List 2024) જાહેર કરી છે. પહેલી યાદીમાં પાર્ટીએ પીએમ મોદી સહિત 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, પરંતુ આ યાદીમાં એક નામે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

Madhavi Latha : હૈદરાબાદ સીટ પર મહિલા ઉમેદવાર મેદાનેભાજપે તેલંગાણાની સૌથી ચર્ચામાં રહેલી સીટ હૈદરાબાદ (Lok Sabha Election 2024) થી AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સામે એક મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. 1984થી આ સીટ પર ઓવૈસી પરિવારનું વર્ચસ્વ જોવા મળ્યું છે. અગાઉ અસદુદ્દીનના પિતા સુલતાન 1984 થી 2004 સુધી અહીંના સાંસદ હતા. ત્યાર બાદ અસદુદ્દીન 2004થી અત્યાર સુધી અહીંથી સાંસદ છે.

Madhavi Latha : માધવી લતા ઓવૈસીને આપશે ટક્કરઆ વખતે ભાજપે ઓવૈસી સામે એક નવો મહિલા ચહેરો ઉતાર્યો છે. હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે ઓવૈસીને ટક્કર આપનાર મહિલા ડો. માધવી લતા (Madhavi Latha) કોણ છે.
Madhavi Latha : કોણ છે માધવી લતા ?

માધવી લતા તેલંગાણામાં વિરિંચી હોસ્પિટલના અધ્યક્ષ છે અને તે હિંદુત્વનો અવાજ ઉઠાવે છે. હોસ્પિટલના ચેરપર્સન હોવા ઉપરાંત તે સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે. હિંદુ ધર્મને લઈને માધવીના ભાષણો આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. માધવી લોપામુદ્રા ચેરીટેબલ ટ્રસ્ટ અને લતામા ફાઉન્ડેશનના પણ પ્રમુખ છે. ભરતનાટ્યમ ડાંસર પણ છે. તેમને કોટી મહિલા કોલેજમાંથી રાજનીતિ શાસ્ત્રમાં એમએ પણ કર્યું છે.
Madhavi Latha : 40 વર્ષથી આ સીટ પર ઓવૈસી પરિવારનું રાજ

હૈદરાબાદની મહિલા ઉમેદવાર પર પહેલીવાર ભાજપે દાલ ખેલ્યો છે. અગાઉ પાર્ટીએ ભાગવત રાવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, ભાગવતને લગભગ 3 લાખ મતોથી ઓવૈસી પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભાજપે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારીને મુકાબલો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમના ગઢમાં ઓવૈસીને હરાવવાનું સરળ નથી. હવે જોવાનું એ રહે છે કે ઓવૈસીના ગઢમાં હિંદુત્વનો ચહેરો જીતી શકશે કે નહીં.
ગુજરાતના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો
દેશના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો
યુટ્યુબ શોર્ટ્સ જોવા – અહી ક્લિક કરો