સુરતમાં ધોળે દિવસે રિવોલ્વરની અણીએ લુુંટ

0
191

સુરતના લિંબાયત સ્થિત મંગલ પાંડે હોલ પાસે આવેલી કિશન મની ટ્રાન્સફર નામની દુકાનમાં સાંજના સમયે એક્સેસ મોપેડ પર ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણ અજાણ્યાં ઇસમો દુકાનદારની ગરદન તથા જાંઘના ભાગે રિવોલ્વર મૂકી ડરાવી ધમકાવી બે થી અઢી લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. લૂંટારૂ ત્રિપુટી સીસીટીવી માં કેદ મળી આવતાં લિંબાયત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લિંબાયત પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મંગલ પાંડે હોલ પાસે કિશન મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવતા સત્યપાલ મૌર્ય દુકાનની પાછળ આવેલી રૂમમાં રહી છેલ્લા ૮ વર્ષથી બેંક ઓફ બરોડા ની ફ્રેન્ચાઇઝી હેઠળ મની ટ્રાન્સફરનું કામ કરે છે. ગતરોજ સાંજના 4.30 વાગ્યાનાં અરસામાં એક્સેસ મોપેડ પર ત્રણ અજાણ્યાં ગ્રાહકનાં સ્વાંગમાં આવ્યા હતાં અને સત્યપાલને હમારે પૈસા ટ્રાન્સફર કરવા છે એમ જણાવ્યું હતું. જેથી, સત્યપાલે ખાતા નંબર માંગતા એક યુવકે અમારે ગુગલ પે અથવા ફોન પે થી નાણાં ટ્રાન્સફર કરવા છે એમ જણાવતાં સત્યપાલે ગૂગલ પે કે ફોન પે થી અમારે ત્યાંથી નાણાં ટ્રાન્સફર થશે નહીં એમ કહ્યું હતું. આદરમિયાન આશરે ૪૦ વર્ષના એક યુવકે સત્યપાલ ની ગર્દન અને બીજા યુવકે જાંઘના ભાગેરિવોલ્વર મુકી ડ્રોવરમાં રાખેલાં આશરે બે થી અઢી લાખની રોકડ લૂંટી લીધી હતી.

આ દરમિયાનદુકાનદારે રિવોલ્વર ખેંચી લેવાની કોશિશ કરતાઝપાઝપી દરમિયાન બે જીવતા કાર્ટીઝ નીચે પડી ગયા હતાં જે બન્ને કાર્ટીઝ લિંબાયત પોલીસે કબજે કર્યા છે. આ અંગે દુકાનદાર દ્વારા પોલીસને જાણ કરાતાં ડીસીપી સહિતનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો.અને લિંબાયત પોલીસને પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજમાં એક્સેસ મોપેડ પર આવેલી લૂંટારૂ ત્રિપુટી કેદ મળી આવી હતી. જેનાં પગલે લીંબાયત પોલીસે દુકાનદાર સત્યપાલ મૌર્ય ની ફરિયાદ લઈ સીસીટીવી માં કેદ થયેલી ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.