lung damage after Covid :  કોરોના બાદ ભારતીયોના ફેંફસાને થયું છે ખુબ જ નુકશાન, અભ્યાસમાં આવ્યું સામે  

0
118
lung damage after Covid
lung damage after Covid

lung damage after Covid : કોરોના કાળતો લગભગ સમાપ્ત થઇ ગયો છે, પરંતુ કોરોના ભારતીયો સાથે હંમેશા રહેશે, તાજેતરમાં સામે આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના કાળ દરમ્યાન ભારતીયોના ફેફસા સૌથી વધુ ડેમેજ થયા છે, આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કેટલાય ભારતીયોને હવે આ ડેમેજ ફેફસા સાથે આખી જીંદગી વિતાવવી જ પડશે.    

lung damage after Covid

lung damage after Covid : ચીન અને યુરોપના લોકો કરતા ભારતના લોકોને વધુ નુકસાન

lung damage after Covid  : ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોર દ્વારા પ્રકાશિત કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડમાંથી સાજા થયેલા ભારતીયોના નોંધપાત્ર પ્રમાણમાં ફેફસાના કાર્યમાં ક્ષતિ થઇ છે અને આ ક્ષતિને સુધારતા હજુ કેટલાય મહિનાઓ લાગશે,  યુરોપિયનો અને ચાઈનીઝ લોકોની સરખામણીમાં ભારતીયોના ફેફસાના કાર્યને વધુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ભારતીયોને આ ફેફસાની બીમારીમાંથી બહાર આવતા કેટલાકમાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે અને  અન્ય કેટલાય લોકોને  આજીવન માટે ફેફસાના નુકસાન સાથે જીવવું પડી શકે છે.

lung damage after Covid

lung damage after Covid  : ફેફસાના કાર્ય પર SARS-CoV-2 ની અસરની તપાસ કરવા માટે દેશના સૌથી મોટા અભ્યાસ તરીકે ઓળખાતા અભ્યાસમાં 207 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન હાથ ધરવામાં આવેલા  આ અભ્યાસને  તાજેતરમાં PLOS ગ્લોબલ પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.  

અભ્યાસમાં કોવીડ થયા પછી બે મહિનામાં સાજા થયા હોય તેવા દર્દીઓના સંપૂર્ણ ફેફસાના કાર્ય પરીક્ષણો, છ-મિનિટ વૉક ટેસ્ટ, બ્લડ ટેસ્ટ અને જીવનની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

lung damage after Covid

lung damage after Covid  : અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીયોમાં સૌથી સંવેદનશીલ ફેફસાના કાર્ય પરીક્ષણ એટલે કે ગેસ ટ્રાન્સફર (DLCO), જે હવામાંથી ઓક્સિજનને લોહીના પ્રવાહમાં સ્થાનાંતરિત કરવાની ક્ષમતાને માપે છે તેમાં 44% અસર થઈ હતી, જેને CMC ડોકટરોએ “ખૂબ ચિંતાજનક” ગણાવી હતી; 35%માં પ્રતિબંધિત ફેફસાંની ખામી જોવા મળી હતી, જે શ્વાસ લેતી વખતે ફેફસાંની હવા સાથે ફૂલવાની ક્ષમતાને અસર કરશે અને 8.3%માં અવરોધક ફેફસાંની ખામી હતી, જે ફેફસાંની અંદર અને બહાર જવાની સરળતા પર અસર કરશે.  

“તમામ પાસાઓમાં ભારતીય દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ હતી, અભ્યાસના મુખ્ય તપાસકર્તા, ડૉ ડી જે ક્રિસ્ટોફરે, પ્રોફેસર, પલ્મોનરી મેડિસિન વિભાગ, CMC, વેલ્લોરએ  જણાવ્યું હતું કે  ચીની અને યુરોપીયન લોકોની તુલનામાં  ભારતીય લોકોમાં ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવી કોમોર્બિડિટીઝ વધારે જોવા મળી છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे