LSGvsPBKS : IPL 2024માં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાનાર છે. આ મેચમાં કેએલ રાહુલ લખનૌની ટીમની કમાન સંભાળશે, જ્યારે શિખર ધવન (ગબ્બર) પંજાબ કિંગ્સની લગામ સંભાળશે, મેચ આજે નવાબોના શહેર લખનૌમાં રમાનાર છે.
LSGvsPBKS : આજે (30 માર્ચ) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સીઝનની મેચ નંબર-11માં પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં કેએલ રાહુલ લખનૌની ટીમની કમાન સંભાળશે, જ્યારે શિખર ધવન (ગબ્બર) પંજાબ કિંગ્સની લગામ તેના ખભા પર રાખશે.. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
LSGvsPBKS : પંજાબ અને લખનૌ વચ્ચે થશે ગાઢ યુદ્ધ!
LSGvsPBKS : લખનૌ સુપર જાયન્ટ્સને રાજસ્થાન રોયલ્સ (RR) સામેની તેની પ્રથમ મેચમાં 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબ કિંગ્સે પોતાની શરૂઆતની મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ને 4 વિકેટે હરાવ્યું હતું. જો કે, પછીની મેચમાં પંજાબને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના હાથે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંને ટીમો જીતના પાટા પર પાછા ફરવાનું લક્ષ્ય રાખશે. જો જોવામાં આવે તો IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. આ દરમિયાન લખનૌએ બે મેચ જીતી છે અને પંજાબે એક મેચ જીતી છે.
LSGvsPBKS : રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કૃણાલ પંડ્યા સિવાય લખનૌ સુપર જાયન્ટ્સના તમામ બોલરોએ રન આપ્યા હતા. મોહસીન ખાન, નવીન ઉલ હક અને યશ ઠાકુર કંઈ ખાસ કરી શક્યા નથી. આગામી T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહેલા રવિ બિશ્નોઈ પણ શરૂઆતની મેચમાં સામાન્ય દેખાવ કર્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે પણ ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા નિભાવવાનું નક્કી કર્યું અને 58 રનની ઇનિંગ રમી.
કેએલ રાહુલને આશા છે કે તેનો ઓપનિંગ પાર્ટનર ક્વિન્ટન ડી કોક સાથે પંજાબ કિંગ્સ સામે ફોર્મમાં પરત ફરશે. લખનૌ દેવદત્ત પડિકલ, આયુષ બદોની, દીપક હુડા અને કૃણાલ પંડ્યા પાસેથી પણ સારા પ્રદર્શનની આશા રાખશે. લખનૌ સુપર જાયન્ટ્સની સફળતાનો આધાર ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસના ફોર્મ પર પણ રહેશે, જે ગયા વર્ષે ટીમ માટે સૌથી વધુ સ્કોરર (408) હતો.
LSGvsPBKS : પંજાબ કિંગ્સે પાવરપ્લેમાં ઝડપથી રન બનાવવા પડશે
LSGvsPBKS : બીજી તરફ શિખર ધવનના નેતૃત્વમાં પંજાબ કિંગ્સે પાવરપ્લેમાં ઝડપી રન બનાવવાની જરૂર છે. આ ત્યારે જ થશે જ્યારે બંને મેચમાં નિષ્ફળ રહેલા જોની બેરસ્ટો શાનદાર બેટિંગ કરશે. ધવને પણ તેની સ્ટ્રાઈક રેટ ઝડપી કરવાની જરૂર છે. તેણે પોતે સ્વીકાર્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટીમની બેટિંગ ધીમી હતી. પ્રભસિમરન સિંહ પણ સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યો નથી. ઓલરાઉન્ડર સેમ કુરેને બંને મેચમાં બેટથી પ્રભાવિત કર્યા છે, પરંતુ બોલિંગમાં તે કઈ ખાસ કરી શક્યો નથી.
વાઇસ કેપ્ટન જીતેશ શર્મા પણ ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેણે પણ પસંદગીકારોને આકર્ષવા માટે સારું પ્રદર્શન કરવું પડશે. ઝડપી બોલિંગ વિભાગમાં, કાગિસો રબાડાને સેમ કરન, અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. લેફ્ટ આર્મ સ્પિનર હરપ્રીત બ્રાર અસરકારક રહ્યો છે, જ્યારે લેગ સ્પિનર રાહુલ ચહરે સારી બોલિંગ કરવી પડશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો