LSG vs KKR : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે ડબલ હેડર રમાશે. દિવસની બીજી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે થશે. આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. લખનઉ-કોલકાતા આ સિઝનમાં બીજી વખત એકબીજા સામે રમશે. છેલ્લી મેચમાં કોલકાતાએ 8 વિકેટે જીત મેળવી હતી.
LSG vs KKR : આજે આ સિઝનમાં બંને ટીમની 11મી મેચ હશે. છેલ્લા 10માંથી 6 જીત બાદ LSG 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે KKR 10માંથી 7 જીત બાદ 14 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. લખનઉ અને કોલકાતા વચ્ચે IPLમાં કુલ 4 મેચ રમાઈ છે. લખનઉ 3 જ્યારે કોલકાતા માત્ર 1 જીત્યું. બંને ટીમ લખનઉના મેદાન પર પ્રથમ વખત એક બીજાનો સામનો કરશે.
LSG vs KKR : રાહુલ સારા ફોર્મમાં
લખનૌને અહીં એકાના સ્ટેડિયમમાં અગાઉના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 145 રનના સાધારણ લક્ષ્યાંકનો પીછો કરવા સખત મહેનત કરવી પડી હતી. ટીમ છેલ્લી ઓવરમાં માત્ર ચાર વિકેટે જીતી શકી હતી. સુકાની રાહુલ અને માર્કસ સ્ટોઇનિસ લખનૌ માટે સારું પ્રદર્શન કર્યું છે અને યુવા અર્શિન કુલકર્ણીની જગ્યાએ અનુભવી દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકને પરત લાવવામાં આવે છે કે કેમ તે જોવાનું રહે છે. કુલકર્ણીએ છેલ્લી મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરી હતી. નિકોલસ પૂરને આ સિઝનમાં અત્યાર સુધી એક પણ અડધી સદી ફટકારી નથી પરંતુ ઘણી વખત તેણે છેલ્લી ઓવરમાં ટીમ માટે ઝડપી રન બનાવ્યા છે. જો કે, તેણે મુંબઈ સામે રન બનાવવા માટે સંઘર્ષ કર્યો, જેના કારણે તેની ફિનિશિંગ કુશળતા પ્રશ્નના ઘેરામાં છે.
LSG vs KKR : લખનઉ મયંક યાદવને મિસ કરશે
LSG vs KKR : KKRના આક્રમક બેટ્સમેનોને રોકવા માટે લખનૌની ટીમના બોલરોએ પૂરો પ્રયાસ કરવો પડશે. ટીમને પોતાની ઝડપી બોલિંગથી પ્રભાવિત કરનાર મયંક યાદવની ટીમનો ભાગ નથી, KKR ટીમને આ સિઝનમાં ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. આ ત્રણ હાર બાદ ટીમે જોરદાર વાપસી કરી છે. મુંબઈ સામેની છેલ્લી મેચમાં ટીમે 57 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ વેંકટેશ અય્યર (70) અને મનીષ પાંડે (42)એ 83 રનની સારી ભાગીદારી કરીને ટીમને બચાવી લીધી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો