LPG Cylinder: પહેલા દિવસે જ લાગ્યો મોંઘવારીનો માર, વધ્યો LPG સિલિન્ડર ભાવ

0
184
LPG Cylinder: પહેલા દિવસે જ લાગ્યો મોંઘવારીનો માર, વધ્યો LPG સિલિન્ડર ભાવ
LPG Cylinder: પહેલા દિવસે જ લાગ્યો મોંઘવારીનો માર, વધ્યો LPG સિલિન્ડર ભાવ

LPG Cylinder: જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે અને આજથી ઓગસ્ટ (August 2024) શરૂ થઈ ગયો છે. આ સાથે, દેશમાં પહેલી તારીખથી ઘણા મોટા ફેરફારો અમલમાં આવ્યા છે(Rule Change From 1st August). આ એવા ફેરફારો છે, જે તમારા રસોડાથી લઈને તમારી બેંક સુધીની દરેક વસ્તુ સાથે સંબંધિત છે. એક તરફ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો છે.

આજથી નવો મહિનો ઓગસ્ટ શરુ થયો છે એ સાથે જ દેશભરમાં લોકોને મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે ઘરેલુ વપરાશના 14 કિલોના સિલિન્ડરના ભાવ આ વખતે પણ યથાવત રાખવામાં આવ્યા છે.

ઓગસ્ટની પહેલી તારીખ સામાન્ય લોકો માટે મોંઘવારીનો નવો ડોઝ લઈને આવી છે. સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ 1 ઓગસ્ટથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા છે. રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

LPG Cylinder: પહેલા દિવસે જ લાગ્યો મોંઘવારીનો માર, વધ્યો LPG સિલિન્ડર ભાવ
LPG Cylinder: પહેલા દિવસે જ લાગ્યો મોંઘવારીનો માર, વધ્યો LPG સિલિન્ડર ભાવ

LPG Cylinder: ગ્રાહકોને આંચકો લાગશે

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 8-9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે છે. આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તમારા શહેરની કિંમત

તાજેતરના વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 6.50 રૂપિયા વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે ઘટીને 1,646 રૂપિયા થઈ ગઈ હતી. એ જ રીતે, આજથી કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,764.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોલકાતામાં 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈના લોકોએ હવે આ મોટા સિલિન્ડર માટે 1,605 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત હવે 1,817 રૂપિયા હશે.

સતત 4 મહિના કિંમતમાં ઘટાડો

અગાઉ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સતત ચાર મહિના સુધી ઘટાડવામાં આવી રહી હતી.

ગયા મહિને એટલે કે 1 જુલાઈથી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જૂનમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મેથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એપ્રિલ પહેલા સતત ત્રણ મહિના સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો