LOVE AND WAR : બિગ બોલિવૂડ ફિલ્મની અનાઉન્સમેન્ટ, રણબીર-આલિયા-વિકી સાથે દેખાશે

0
258
LOVE AND WAR
LOVE AND WAR

LOVE AND WAR : મંગળવારે ત્રણેય સ્ટાર્સે એક સાથે કરી અનાઉન્સમેન્ટ, ટેલેન્ટેડ સ્ટાર્સને સ્ટાર ડાયરેક્ટર કરશે ડિરેક્ટ

મંગળવારે બોલિવૂડથી આવા સમાચાર સામે આવ્યા જે જોતાં જ બોલિવૂડ ફેન્સ એક્સાઈટ થઈ ગયા છે. બોલિવૂડના પ્રેસેન્ટ ટાઈમ મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર્સ રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ એક સાથે ફિલ્મમાં જોવા મળશે. અત્યાર સુધી આ સ્ટાર્સને સ્ક્રીન શેર કરવાની માત્ર ચર્ચા ચાલી રહી હતી પરંતુ હવે આ ન્યૂઝ કન્ફર્મ થઈ ચુક્યા છે. ખાસ રીતે આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. 

LOVE AND WAR એકસાથે જોવા મળશે હિટ સ્ટાર્સ

વિક્કી કૌશલ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મ ન્યૂ એજ રોમેન્ટિક સ્ટોરી હશે. આ ફિલ્મને બીજું કોઈ નહીં પરંતુ સંજય લીલા ભણસાલી ડિરેક્ટ કરશે. ભણસાલીને ઈન્ડસ્ટ્રઈનો એ ડાયરેક્ટર માનવામાં આવે છે જે કોઈ પણ એક્ટરના કરિયરને હાઈપ આપી દે છે અને એક્ટર હિટ થઈ જાય છે. એક એક્ટર પાસેથી બેસ્ટ એક્ટિંગ કરાવવાની આવડત ભણસાલીમાં છે એવું ઈન્ડસ્ટ્રીમાં કહેવામાં આવે છે. આ વાત ભણસાલીની દરેક ફિલ્મમાં પુરવાર થઈ છે. આ ફિલ્મની અનાઉન્સમેન્ટ થતાં જ ફેન્સમાં મોટો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચાહકો ફિલ્મ વિશે બધું જ જાણવા માગે છે.  

આવી સ્થિતિમાં ફિલ્મને લઈ ચાહકો ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. વિક્કીએ ફિલ્મનું અનાઉન્સમેન્ટ પોસ્ટ શેર કર્યું. આ ફિલ્મના પોસ્ટર પર લવ એન્ડ વૉર (LOVE AND WAR) લખવામાં આવ્યું છે, જેની નીચે ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનું નામ છે, સાથે જ ત્રણેય એક્ટર્સ આલિયા, રણબીર, વિક્કીના સિગ્નેચર જોવા મળી રહ્યા છે. વિક્કીએ પોસ્ટર શેર કરતા લખ્યું સિનેમાનું એક સપનું જે સાચુ થવા જઈ રહ્યું છે. જણાવી દઈએ આ દમદાર સ્ટારકાસ્ટમાંથી આલિયા સંજય લીલા ભણસાલી સાથે કામ કરી ચુકી છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયાની એક્ટિંગના ચારેકોર વખાણ થયા હતા. તો રણબીર કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘સાંવરિયા’થી જ ડેબ્યૂ કર્યું હતું. એ ફિલ્મ ભલે ફ્લોપ રહી હોય પણ રણબીરને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ અપાવી દીધી હતી. તો વિક્કી કૌશલ પ્રથમ વખત ભણસાલીની ફિલ્મમાં જોવા મળશે.

લવ એન્ડ વોર વિશે વાત કરીએ તો ફિલ્મ 2025માં ક્રિસમસ પર રિલીઝ થશે, એટલે કે 25 ડિસેમ્બરે રિલીઝ શિડ્યુલ કરવામાં આવી છે. આ જ પોસ્ટર આલિયા ભટ્ટે પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે. કોમેન્ટ બોક્સમાં ચાહકોની એક્સાઈટમેન્ટ સ્પષ્ટ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું- ફાયર છે બોસ, નામ સાંભળીને જ જોવાનું મન થઈ ગયું. તો બીજા એક યુઝરે લખ્યું- ઓહ માય ગોડ, આ શું જોઈ રહ્યા છે અમે.બધા ફેવરેટ સ્ટાર્સ એકસાથે. આ ફિલ્મ એપિક હશે. તો ઘણા લોકોએ કેટરિનાને પણ ફિલ્મમાં કાસ્ટ કરવાની સલાહ આપી છે. 

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો