LOKSABHA ELECTION : લોકસભા ચૂંટણીના સાતમા એટલે કે છેલ્લા તબક્કામાં આજે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 લોકસભા બેઠકો માટે આજે 1 જૂને મતદાન યોજાઈ રહ્યું છે. અને 4 જૂને મત ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થઈ રહ્યું છે.
LOKSABHA ELECTION : સાતમા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 26.31 ટકા મતદાન થયું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ઘણી જગ્યાએ લોકો લાંબી લાઈનોમાં પોતાના વારાની રાહ જોતા જોવા મળ્યા હતા. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ મતદાન થયું છે.
LOKSABHA ELECTION : રાજ્યવાર મતદાનની ટકાવારી
યુપી 28.02 %
ઓડિશા 22.64 %
ચંદીગઢ 25.03 %
ઝારખંડ 29.55 %
પંજાબ 23.91 %
પશ્ચિમ બંગાળ 28.10 %
બિહાર 24.25 %
હિમાચલ પ્રદેશ 31.92 %
LOKSABHA ELECTION : હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ ઉમેદવાર કંગના રનૌતે પણ વહેલી સવારે મંડીથી મતદાન કર્યું હતું, કંગનાએ મતદાબ બાદ મંડીની બેઠકનું 400 પારમાં યોગદાનનો વિશ્વાસ વ્યકત કર્યો હતો
મંડી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ તેમની માતા અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસના વડા પ્રતિભા સિંહ સાથે સાતમા તબક્કા માટે મતદાન કર્યું હતું
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, મતદાન બાદ કહ્યું કે, હું લોકોને અપીલ કરીશ કે તેઓ તેમના ઘરોમાંથી બહાર આવે અને વોટ આપે. બિહાર ચોંકાવનારા પરિણામો આપી રહ્યું છે અને અમે 300ને પાર કરી રહ્યા છીએ.
હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ સાતમા તબક્કા માટે હમીરપુરના મતદાન મથક પર મતદાન કર્યું હતું,
ભાજપના સાંસદ અને પટના સાહિબ મતવિસ્તારના ઉમેદવાર, રવિશંકર પ્રસાદ અને તેમની પત્ની માયા શંકરે પટનામાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન આજે સાંજે 6 વાગે સમાપ્ત થશે, આ સાથે જ સાંજના 6:30 વાગ્યા થી EXIT POLL પણ સામે આવવાનું શરુ થશે, તમે આમારી VR LIVE news ચેનલ અને તમારા પોતાના વેબ portal VR LIVE પર સચોટ EXIT POLL જોઈ શકશો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો