Lok Sabha : સંસદ સત્ર શરુ થતાની સાથે જ આભાસ હતો કે આ વખતનું લોકસભા સત્ર ભારે ગરમાગરમી ભર્યું રહેવાનું છે. છેલ્લા 10 વર્ષથી વિપક્ષ મજબુત નહોતું પરંતુ ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગૃહમાં વિપક્ષની મજબુત હાજરી જોવા મળી રહેવાની હતી, જેના લીધે સંસદનું સત્ર ભારે ગરમાગરમી ભર્યું રેહવાનું અંદાજ હતો,

સંસદમાં 18મી લોકસભાના પ્રથમ સત્રના છઠ્ઠા દિવસે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે આજે લોકસભાની કાર્યવાહીમાંથી રાહુલ ગાંધીના ભાષણોમાંથી કેટલાક શબ્દો દૂર કરવામાં આવ્યા હતા. આ અંગે વિપક્ષ નેતાએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખી વિરોધ નોંધાવ્યો હતો.
Lok Sabha : રાહુલ ગાંધીએ સ્પીકરને લખ્યો પત્ર
Lok Sabha : લોકસભાની કાર્યવાહીમાંથી ભાષણમાંથી કેટલાક શબ્દો હટાવવા સામે કોંગ્રેસ નેતાએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખતા કહ્યું કે ‘મારા વિચારોને કાર્યવાહીમાંથી હટાવવા એ સંસદીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં મારા ભાષણના હાટાવી દીધેલા ભાગોને પુનઃસ્થાપિત કરવા જોઈએ.’ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું ભાષણ પણ આરોપોથી ભરેલું હતું, પરંતુ તેમના ભાષણમાંથી માત્ર એક જ શબ્દ હટાવવામાં આવ્યો હતો. આને લઈને કરવામાં આવેલો ભેદભાવ સમજની બહાર છે.
Lok Sabha : મેં ગૃહમાં સત્ય રજૂ કર્યું : રાહુલ ગાંધી

Lok Sabha : રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મેં ગૃહમાં સત્ય રજૂ કર્યું. સંસદમાં લોકો સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવવાનો દરેક સાંસદને અધિકાર છે. આને ધ્યાનમાં રાખીને જ મેં મારું ભાષણ આપ્યું હતું.’ રાહુલ ગાંધીએ આજે સવારે એમ પણ કહ્યું હતું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે, પરંતુ વાસ્તવિકતામાં નહીં.’ તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીના પત્ર લખવા પર વળતો પ્રહાર કર્યો છે.
Lok Sabha : ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ શું કહ્યું હતું

Lok Sabha : લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર દેશમાં હિંસા, નફરત અને ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે આ લોકો હિંદુ નથી કારણ કે તેઓ 24 કલાક હિંસાની વાત કરે છે. આના સિવાય કોઈ કામ નથી. ભાજપના લોકો અલ્પસંખ્યકો, મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓને ડરાવે છે, તેમના પર હુમલો કરે છે અને તેમની વિરુદ્ધ નફરત ફેલાવે છે, પરંતુ લઘુમતીઓ આ દેશ સાથે ખડકની જેમ મજબૂત રીતે ઉભો રહ્યો છે અને વિવિધ ક્ષેત્રોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો