Lok Sabha Elections 2024: વડાપ્રધાન મોદીએ અમદાવાદની નિશાન શાળામાં પોતાનો અમુલ્ય મત આપ્યો

0
110
Lok Sabha Elections 2024: વડાપ્રધાન મોદીએ અમદાવાદની નિશાન શાળામાં પોતાનો અમુલ્ય મત આપ્યો
Lok Sabha Elections 2024: વડાપ્રધાન મોદીએ અમદાવાદની નિશાન શાળામાં પોતાનો અમુલ્ય મત આપ્યો

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. પીએમ મોદીએ ત્રીજા તબક્કા હેઠળ મતદાનની બેઠકોના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવવાની અપીલ કરી છે.

Lok Sabha Elections 2024: વડાપ્રધાન મોદીએ કર્યું મતદાન

દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે અમદાવાદમાં નિશાન વિદ્યાલય મતદાન મથક પર જઈને મતદાન કર્યું હતું. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કેન્દ્ર પર હાજર હતા. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ત્રીજા તબક્કા હેઠળ મતદાનની બેઠકોના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવવાની અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીએ જનતાને મત આપવા કરી અપીલ

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી સહિતની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં મતદાતાઓને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરતાં કહ્યું કે, “હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા વિનંતી કરું છું. મતદાનનો રેકોર્ડ તમારી સક્રિય ભાગીદારી લોકશાહીના આ તહેવારની સુંદરતામાં વધારો કરશે.”

આજે ત્રીજા તબક્કાના મતદાન સાથે, 543 સંસદીય બેઠકોમાંથી અડધાથી વધુ પર મતદાન સમાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નામંજૂર કર્યું અને અન્ય ઉમેદવારોએ પણ પાછું ખેંચી લીધું હોવાથી સુરત બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો