Lok Sabha Elections 2024 : AAP અને Congress વચ્ચે ગઠબંધન, પાંચ રાજ્યોની સીટ શેરીંગ નક્કી,ગુજરાતમાં AAP 2 બેઠક પર લડશે

0
156
Lok Sabha Elections 2024
Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024 : ગુજરાતમાં  લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુકત રીતે લડશે. આ બંને પક્ષ લોકસભાની ચૂંંટણી માટે  ગઠબંધન જાહેર કર્યું છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આપ સાથે મળીને લડશે, લોકસભાની 26માંથી 2 બેઠક પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે. ભરૂચ અને ભાવનગર અને ભરૂચની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર  ચૂંટણી લડશે.

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: દેશમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ પાર્ટી પૂરજોશમાં તૈયારીઓમાં જોડાઈ ગઈછે. ત્યારે આજે INDI ગઠબંધન દ્વારા આજે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાંચ રાજ્યોમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.

Lok Sabha Elections 2024 : ગુજરાતમાં 2 સીટ પર AAP લડશે ચૂંટણી

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024 : પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 26 લોકસભા બેઠકોમાંથી 24 પર કોંગ્રેસ જ્યારે બે (ભરૂચ-ભાવનગર) પર આપ પાર્ટી ચૂંટણી લડશે. જ્યારે ગોવાની બંને બેઠકો પર કોંગ્રેસ પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે.

Lok Sabha Elections 2024 : દિલ્હીની 7 બેઠકોમાંથી 4 પર આમ આદમી પાર્ટી જ્યારે 3 પર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડવાની છે. નવી દિલ્હી, વેસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી અને ઈસ્ટ દિલ્હીમાં આપ જ્યારે ચાંદની ચૌક, નોર્થ ઈસ્ટ અને નોર્થ વેસ્ટ બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે.

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024 : આ સાથે હરિયાણાને લઈને પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની 10 બેઠકોમાંથી 9 પર કોંગ્રેસ જ્યારે 1 (કુરુક્ષેત્ર) પર આપ ચૂંટણી લડશે. ચંદીગઢમાં એકમાત્ર સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.