Lok Sabha Election 2024: મંડીથી ચૂંટણીનો રંગ જામશે, કંગના સામે કોંગ્રેસ વિક્રમાદિત્યને ઉતારશે મેદાને  

0
373
Lok Sabha Election 2024
Lok Sabha Election 2024

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં મંડીથી કોંગ્રેસ તરફથી વિક્રમાદિત્ય સિંહ ચૂંટણી લડશે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે તેની જાહેરાત કરી છે. જો કે પાર્ટી તરફથી સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત થવાની બાકી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખૂએ પણ તેના સંકેત આપ્યા છે. દિલ્હીમાં સીઈસીની બેઠકમાં પણ માનવામાં આવી રહ્યું છે કે વિક્રમાદિત્ય સિંહના નામની ચર્ચા થઈ છે. મુખ્યમંત્રી સુખ્ખૂએ કહ્યું કે, મંડીમાં અમે યુવા નેતા મળશે તે નિશ્ચિત છે. તો પ્રતિભા સિંહે કહ્યું કે વિક્રમાદિત્ય સિંહને સશક્ત કેન્ડિડેટ માનવામાં આવે છે. હાલ પ્રતિભા સિંહ જ આ સીટથી સાંસદ છે.

Lok Sabha Election 2024

Lok Sabha Election 2024:  મંડીના લોકો હંમેશા અમારી સાથે રહ્યાં છેઃ પ્રતિભા સિંહ

Lok Sabha Election 2024


Lok Sabha Election 2024: પ્રતિભા સિંહે કહ્યું, અમને તે વાતથી કોઈ જ ફર્ક નથી પડતો કે કંગના શું કરે છે કે શું બોલે છે. મંડીના લોકો હંમેશા અમારી સાથે જ રહ્યાં છે. મેં કઠીન પરિસ્થિતિઓમાં પણ આ સીટ જીતી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને વિક્રમાદિત્ય સિંહની માતા પ્રતિભા સિંહે પહેલાં જ ચૂંટણી દોડમાંથી બહાર થવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી. હવે તેઓ પોતાના પુત્રને આ સીટ પરથી ચૂંટણી લડાવવા માગે છે.

Lok Sabha Election 2024: રાજ્યસભાની ચૂંટણી બાદ તણાવ વધ્યો

Lok Sabha Election 2024


Lok Sabha Election 2024: એવું પણ માનવામાં આવે છે કે જો વિક્રમાદિત્ય સિંહ મંડીથી ઉમેદવાર બનશે તો કોંગ્રેસની અંદર ચાલતો અંદરોદરનો ડખ્ખો શાંત કરવામાં મદદ મળશે. હાલમાં જ રાજ્યસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસની અંદર ભારે તણાવી સ્થિતિ જોવા મળી હતી. ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ સુખ્ખૂ સરકાર પર કથિત રીતે ખતરો ઊભો થયો હતો. વિક્રમાદિત્યએ મેદાનમાં ઉતરીને કોંગ્રેસમાં જોવા મળતી જૂથબાજીને ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્ય સરકારનું અસ્તિત્વ 1 જૂને લોકસભા ચૂંટણીની સાથે થનારી છ વિધાનસભા સીટની પેટાચૂંટણીના પરિણામો પર પણ નિર્ભર કરે છે.

Lok Sabha Election 2024: મંડીથી ભાજપે કંગનાને ટિકિટ આપી છે

Lok Sabha Election 2024


Lok Sabha Election 2024:  હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપે કંગના રનૌતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તે હાલ મંડીમાં પોતાની ચૂંટણી અભિયાનમાં જોતરાયેલી જોવા મળે છે. કંગનાને ટિકિટ મળશે તે અંગે કોઈ આશ્ચર્ય ન હતું. તે વડાપ્રધાન મોદીની મોટી પ્રશંસક છે. છેલ્લાં બે વર્ષ કે તેથી વધુ સમયથી રાજનીતિમાં કરિયર બનાવવાના સંકેત આપી રહી હતી. તે રામ મંદિરના કાર્યક્રમમાં પણ પહોંચી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો