Lok Sabha 2024 ; લોકસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસના આ ૨ ઉમેદવારના નામ નક્કી , માત્ર સત્તાવાર જાહેરાત બાકી

0
167
Lok Sabha 2024
Lok Sabha 2024

Lok Sabha 2024: લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામને લઈને હવે અંતિમ તબક્કામાં ચર્ચાઓ ચાલી રહી છે, કોંગ્રેસ જલ્દી જ પોતાની ત્રીજી યાદી જાહેર કરે તેવી શક્યતાઓ છે, ત્યારે યાદી પહેલા ગુજરાતમાં 2 ઉમેદવારોની ટીકીટ નક્કી થઇ ગયા હોવાનું સામે આવ્યું છે, પાર્ટી હાઈકમાંડ તરફથી ચૂંટણી પ્રચારમાં લાગી જવાની સુચના મળી ગઈ હોવાનું સામે આવ્યું છે.     

Lok Sabha 2024

Lok Sabha 2024: લોકસભામાં ચૂંટણીને લઇને ગુજરાતની 26 બેઠકમાં કેટલીક બેઠકોને લઇને હવે ઉમેદવારના નામની યાદી બહાર આવી રહી છે. કાલે કોંગ્રેસે 10 બેઠક પણ ઉમેદવાની નામ લગભગ નક્કી કર્યાના અહેવાલ સામે આવ્યાં હતા. અમરેલી બેઠક માટે  ઠુમ્મરને કોંગ્રેસે મેદાને ઉતારવાનું નકકી કર્યું છે. તો જામનગરથી જે.પી.મારવીયાને કોંગ્રેસે  ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. હાઈકમાંડનો ફોન આવતા જેની ઠુમ્મર પરિવારે ટિકિટ મળતા   ઉજવણી કરી હતી.  જેની ઠુમ્મરનું મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી.

Lok Sabha 2024

Lok Sabha 2024 : ભાજપે હજુ અમરેલીની બેઠક પર ઉમેદવારના નામ પર સસ્પેન્સ યથાવત રાખ્યું છે. જો કે જેની ઠુમ્મરને ટિકિટની સત્તાવાર જાહેરાત બાકી છે. અમરેલીથી ભાજપ પણ મહિલા ઉમેદવાર ઉતારે તેવી શક્યતા જોવાઇ રહી છે. અમરેલીમાં ભાજપ ગીતાબેન સંઘાણીને  મેદાને ઉતારે તેવી શકયતાઓ જોવાઇ રહી છે.

Lok Sabha 2024 : કોણ છે જેની ઠુમ્મર

Lok Sabha 2024

જેની ઠુમ્મર વીરજી ઠુમ્મરના પુત્રી છે, તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે,  જેની ઠુમ્મર શિક્ષિત મહિલા નેતા છે. જેની ઠુમ્મર લેઉવા પાટીદાર સમાજની દિકરી છે.  ગુજરાત મહિલા કૉંગ્રેસના પ્રમુખ પદે જેની ઠુંમરની વરણી કરાઈ હતી.તેઓ હાલ કોંગ્રેસમાં જનરલ સેક્રેટરી તરીકે હતા. 2015-2018 તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે.

Lok Sabha 2024 : કોણ છે જે.પી.મારવીયા

Lok Sabha 2024

કોંગ્રેસને આહીર જ્ઞાતિમાંથી કોઇ સક્ષમ વ્યકિત ન મળતા બીજા વિકલ્પરૂપે પાટીદાર સમાજ ઉપર પસંદગીનો મદાર આવ્યો હતો. આથી અનેક આગેવાનો અને કાર્યકરોના અભિપ્રાય તેમજ પક્ષના આંતરીક સર્વે બાદ કોંગ્રેસના હાઇકમાન્ડે પાટીદાર ચહેરારૂપે જયંતિલાલ પરષોત્તમભાઇ મારવીયા (જે.પી.મારવીયા)નું નામ પસંદ કર્યું હતું. મોટા ગજાના સ્થાનિક નેતાના અભિપ્રાય બાદ તેમના નામ ઉપર કોંગ્રેસે મંજૂરીની મ્હોર મારી છે. ટૂંક સમયમાં તેમના નામની સત્તાવાર જાહેરાત કોંગ્રેસ કરશે.

જે.પી.મારવીયા જામનગર જિલ્લા પંચાયતની નિકાવા બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય છે અને હાલ જામનગર જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે કાર્યરત છે. તેઓ કારોબારી સમિતિના ચેરમેન રહી ચુકયા છે અને કાલાવડ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુકયા છે. વ્યવસાયે તેઓ વકિલ છે. આશરે 22 વર્ષથી તેઓ કોંગ્રેસમાં સક્રીય છે. તેઓ કાલાવડ માર્કેટ યાર્ડના ડાયરેકટર,  નિકાવા સેવા સહકારી મંડળીના સભ્ય, કાલાવડ તાલુકાના પટેલ સમાજના આગેવાન છે. આમ ભાજપના પૂનમબેન માડમ સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વકિલ જે.પી.મારવીયાનું નામ નિશ્ર્ચિત થયું ચુકયું  છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો