કલોલમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન

0
141

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે કાળઝાળ ગરમીમાં કલોલના પંચરત્ન સોસાયટીમાં રહેતા સ્થાનિકોને  પાણીની સમસ્યાનો સમાનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાનસર ચોકડી પાસે આવેલ આયોજન નગર પંચરત્ન સોસાયટી વિસ્તારમાં પાણીની સમસ્યા છે.સ્થાનિક કાઉન્સિલરો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.1 મહિના પહેલા ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ દ્વારા નવીન બોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે બોર અત્યાર સુધીમાં પાંચ થી છ વખત બંધ થયો છે.સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે જુના બોરના વાયરો , પાઇપો અને મોટર નવા બોરમાં નાખવામાં આવ્યા છે.પાણીની સમસ્યા દૂર કરવામાં નહિ આવે તો નગરપાલિકામાં માટલા ફોડીને ઉપવાસ પર ઉતરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે