HomeGujaratરાજકોટમાં ખાતરની આડમાં દારુની તસ્કરી !

રાજકોટમાં ખાતરની આડમાં દારુની તસ્કરી !

ખાતરની આડ લઇને વિદેશી દારુની થતી હતી તસ્કરી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

રાજકોટ શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કીમિયો અપનાવતા હોય છે. ક્યારેક ચોખા તો ક્યારે પાર્સલની આડમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. જો કે આ વખતે બુટલેગરે નવો કીમિયો અજમાવવા કોશિશ કરી છતાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા 960 બોટલ વિદેશી દારૂ ખાતરની આડમાં ભરેલ ટ્રેકટરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.  આમાં કુલ 80 પેટી વિદેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રેકટર સહીત કુલ 10.82 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી અનવરખાન ઉર્ફે અનિલ મીર ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments